કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#માઇઇબુક
અત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે.

કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)

#માઇઇબુક
અત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. 1 કપબાફેલી કૂણી મકાઈ ના દાણા
  2. ૧/૨ કપકેપ્સીકમ ના ટુકડા
  3. ૨-૩ ટે. બટર
  4. ગ્રેવી માટે
  5. કાંદા મોટા કાપેલા
  6. ટામેટાં કાપેલા
  7. ૩-૪ લસણ ની કળી
  8. ૧ ટુકડોઆદુ
  9. ૧ ટુકડોતજ નો
  10. ૩-૪ લવંગ
  11. ૩-૪ મરી
  12. ઇલાયચી નાની
  13. મોટો એલચો
  14. ચક્રી ફૂલ
  15. ટે. કાજુ ના ટુકડા
  16. ટે.તેલ
  17. ૧ ચમચીઘી
  18. ટે. ચો પ આદું લસણ મરચાં
  19. ૧ ચમચીજીરું
  20. ટે. કાશ્મીરી લાલ મરચું
  21. ૧ ચમચીહળદળ
  22. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  23. ૧ નાની ચમચીગરમ મસાલો
  24. ચપટીકસૂરી મેથી
  25. મીઠું સ્વાદાનુસાર
  26. ટે. મલાઈ
  27. ટે. છીણેલું પનીર અથવા મોળો માવો ( optional
  28. લીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગ્રેવી માટે :- પેન માં ૧ ચમચી તેલ અને ઘી લઈ એમાં લસણ આદુ ના ટુકડાં નાખી કાંદો નાખવો. થોડી વારે ટામેટાં ના ટુકડાં નાખવા. કાજુ ના ટુકડા, ચપટી હળદર, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણજીરું,અને મીઠું નાખી ટામેટાં બરાબર ગડી જાય ત્યાં સુધી થવા દેવું. ઠંડુ થાય પછી ગ્રાઇન્ડ કરી પેસ્ટ કરી લેવી.

  2. 2

    પેન માં ૧ ટે. બટર લઈ એમાં મકાઈ અને કેપ્સીકમ નાખવું. પછી એમાં ચપટી મીઠું, લાલ મરચું અને કસૂરી મેથી નાંખી ફાસ્ટ ગેસ પર સાતદી ઉતારી bowl માં કાઢી લેવું.

  3. 3

    પેન માં બટર અને તેલ લઇ ચો પ આદું મરચાં લસણ ને નાખી સાંતળી ૧ ટે. કાશ્મીરી મરચું હળદર નાખી વાટેલી પેસ્ટ નાખી થવા દેવી. કિચન કિંગ મસાલો અને મીઠું નાખી પાણી બધું બળી જાઈ ત્યાં સુધી થવા દેવું. ગ્રેવી પેન છોડે પછી એમાં ૨ કપ પાણી નાખવું. ચપટી ગરમ મસાલો અને છીણેલું પનીર અથવા મોળો માવો નાખવો. બરાબર હલાવી મલાઈ નાખી મકાઈ અને કેપ્સીકમ નાખી દેવા. હલાવી ઢાંકણ ઢાંકી ધીમા તાપે થવા દેવું.ઉપર એક ચમચી ઘી નાખવું. ઉપર તેલ ઘી દેખાવા માંડે ત્યાં સુધી થવા દેવું.પછી લીલાં ધાણા નાખી સર્વ કરવું.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes