થાબડી(thabdi recipe in Gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#માઇઇબુક

આજે ફરાળ માં લઇ શકાય એવી મીઠાઈ ની રેસિપી હું લાવી છું. થાબડી એવી મીઠાઈ છે કે જે બધાને ભાવતી હોય છે. કાઠીયાવાડ માં થાબડી ખૂબ જ પ્રખ્યાત છે તો એવા જ ટેસ્ટ ની હલવાઈ જેવી થાબડી હવે ઘરે બનાવી શકાશે

થાબડી(thabdi recipe in Gujarati)

#માઇઇબુક

આજે ફરાળ માં લઇ શકાય એવી મીઠાઈ ની રેસિપી હું લાવી છું. થાબડી એવી મીઠાઈ છે કે જે બધાને ભાવતી હોય છે. કાઠીયાવાડ માં થાબડી ખૂબ જ પ્રખ્યાત છે તો એવા જ ટેસ્ટ ની હલવાઈ જેવી થાબડી હવે ઘરે બનાવી શકાશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦-૫૦ મિનીટ
૩-૪ વ્યક્તિઓ માટે
  1. ૧.૫ લીટર - દૂધ
  2. ૧.૫ કપ - ખાંડ
  3. ૧/૨ કપ- દૂધ ની મલાઈ
  4. ૧/૨ ચમચી- ફટકડી નો ભુક્કો
  5. ૧/૨ ચમચી- ઇલાયચી પાઉડર (optional)
  6. ૧ ચમચી- ઘી
  7. બદામ ની કતરણ - ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૪૦-૫૦ મિનીટ
  1. 1

    નોનસ્ટિક કડાઈમાં માં દૂધ લઈ એને ગરમ થવા દેવું. દૂધ ઉકળવા લાગે એટલે એમાં ટોટલ ખાંડ માંથી 1/2ખાંડ (પોણો કપ), મલાઈ એમાં નાખી દેવી અને એને ઉકળવા દેવું. ધીમા તાપ પર એને સતત હલાવ્યા કરવું.

  2. 2

    થોડું દૂધ બળી જાય એટલે એમાં ફટકડી નાખી હલાવ્યા કરવાનું. (ફટકડી ની જગ્યા પર લીંબુ લેવાનું નથી. એમાં છેલ્લે લીંબુ ની ફ્લેવર આવે જે સારું નથી લાગતું સ્વાદ માં) મિશ્રણ ને સતત હલાવતાં રહેવું એટલે ચોંટે નહી.

  3. 3

    બીજી નોનસ્ટિક કડાઈમાં માં બાકીની 1/2ખાંડ (પોણો કપ) નાખી એને ઓગળવા દેવી (પાણી નાખવાનું નથી). ખાંડ ને caramelize કરવાની છે. ખાંડ બરાબર ઓગળી જાય અને થોડો ડાર્ક કલર થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો. (વધારે એને ગરમ નથી કરવાનું).

  4. 4

    મિશ્રણ માંથી પાણી બળી ને 1/2 થઈ જાય અને એનો કલર થોડો ડાર્ક થઈ જાય એટલે એમાં ધીમે ધીમે તૈયાર કરેલું caramel એમાં નાખતું જવું અને હલાવતા રહેવું. (Caramel નાખતી વખતે ગેસ સાવ ધીમો રાખવો)

  5. 5

    હવે એને સતત હલાવતા રહેવું અને બધું પાણી બળી જાય એટલે એમાં ઇલાયચી પાઉડર, ઘી નાખી હલાવવું. મિશ્રણ વાસણ ની કિનારી થી છૂટું પડવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો.

  6. 6

    મિશ્રણ ને એક ઘી થી ગ્રીસ કરેલા મોલ્ડ માં કે થાળી માં પાથરી દેવું. ઉપર બદામ નાખી થોડું પ્રેસ કરી લેવું.

  7. 7

    ૨-૩ કલાક એને રેસ્ટ આપી એમાં ચાકુ થી કાપા પાડી લેવા એને એને સર્વ કરવું.

  8. 8

    આ થાબડી ને ૨-૩ દિવસ બહાર પ્લાસ્ટિક ડબા માં રાખી શકાય. થાબડી ના પેંડા બનાવવા હોય તો મિશ્રણ થોડું ઠંડું થાય ત્યારે પેંડા વાળી લેવા એને ઉપર બદામ કતરણ ભભરાવી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર

ટિપ્પણીઓ

Similar Recipes