દાળ તડકા

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#સુપરશેફ4
દાળ તડકા એક લોકપ્રિય ભારતીય/પંજાબી દાળ છે.
બાફેલી મોગર દાળ અને તુવેરની દાળ, તેલ-ધી જીરું, હીંગ નું વઘાર કરી તેમાં અન્ય મસાલા નાખી ને બનાવેલ છે. ડુંગળી ના બ્રિસ્તા (તળેલા ડુંગળી ની ફાંકો) થી ગાર્નિશ કરીને સ્વાદિષ્ટ દાળ તડકા બનાવો.

દાળ તડકા

#સુપરશેફ4
દાળ તડકા એક લોકપ્રિય ભારતીય/પંજાબી દાળ છે.
બાફેલી મોગર દાળ અને તુવેરની દાળ, તેલ-ધી જીરું, હીંગ નું વઘાર કરી તેમાં અન્ય મસાલા નાખી ને બનાવેલ છે. ડુંગળી ના બ્રિસ્તા (તળેલા ડુંગળી ની ફાંકો) થી ગાર્નિશ કરીને સ્વાદિષ્ટ દાળ તડકા બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમોગર દાળ
  2. ૧/૪ કપતુવેર દાળ
  3. ૧/૪ ટી સ્પૂનહળદર
  4. ડુંગળી ની લાંબી સ્લાઈસ કરી ને બ્રિસ્તા બનાવવા
  5. વઘાર માટે સમાગ્રી:
  6. ૧ ટેબલ સ્પૂનતેલ
  7. ૧ ટેબલ સ્પૂનઘી
  8. લીલા મરચા +૧" આદુ+૫-૬ લસણ ની કળી ની પેસ્ટ
  9. ૧ ટેબલ સ્પૂનજીરું
  10. ચપટીહિંગ
  11. મઘ્યમ ડુંગળી સમારેલી
  12. ૧ ટી સ્પૂનલાલ મરચું પાવડર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોગર દાળ અને તુવેરની દાળ ને ૨-૩ વાર પાણી સાથે ઘોઇ અને મીઠું, હળદર, પ્રમાણસર પાણી નાખી ને કુકરમાં બાફી લો. એક કઢાઈમાં કાઢી લો.

  2. 2

    એક કઢાઈમાં તેલ,ધી નાખી ને ગરમ કરી તેમાં જીરું અને હિંગ નો વઘાર કરો. આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને ૧/૨ મિનિટ સાંતળો.

  3. 3

    સમારેલી ડુંગળી, લાલ મરચું પાવડર નાખી ને થોડી વાર સાંતળો.

  4. 4

    આ વઘાર બાફેલી દાળો પર નાખી, બરોબર મિક્સ કરી ૨-૩ મિનિટ, ઘીમે તાપમાન પર ઉકાળો.

  5. 5

    સ્વાદિષ્ટ ગરમાગરમ દાળ તડકા સર્વિગ બોઉલ માં નાખી, ડુંગળી ના બ્રિસ્તા આને સમારેલી કોથમીર ભભરાવી ને રાઈસ સાથે પીરસો.

  6. 6

    ડુંગળી ના બ્રિસ્તા બનાવવા માટે..૨ ડુંગળી ની લાંબી સ્લાઈસ માં સમારો. ગરમ તેલમાં મધ્યમ તાપે કડક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes