છોલે ભટુરે (chole bhutre recipe in gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીકાબુલી ચણા
  2. 2 વાડકીમેંદો 1/2વાટકી રોટલીનો લોટ
  3. 1/2થી ઓછી ચમચી બેકિંગ પાઉડર
  4. 1/4 ચમચી ખાવાનો સોડા
  5. દોઢ ચમચી ખાંડ
  6. 2 ચમચીદહીં
  7. મોણ માટે બે ચમચા તેલ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 5 નંગડુંગળી
  10. ટામેટાં
  11. આદુ-લસણની પેસ્ટ
  12. ગરમ મસાલો
  13. દોઢ ચમચી લાલ મરચું
  14. 1/4 ચમચી હળદર
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. વઘાર અને તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાને બે પાણીથી ધોઈ અને આઠથી દસ કલાક પલાળી રાખવા.એક કૂકરમાં બધા ચણા લઈ અને મીઠું નાખવું તેમાં 1/2ચમચી ચા ની ભૂકી નાખવી પાણી નાખીને પાંચ સીટી મારી લેવી

  2. 2

    ચણા બફાઈ જાય એટલે બહાર કાઢી અને સાદા પાણીથી ધોઇ લેવા જેથી કરીને ચા ની ભૂકી જો હોય તો નીકળી જાય

  3. 3

    ડુંગળી અને ટામેટાને ટુકડા કરી કૂકરમાં બે સીટી મારે લેવી. બફાઈ જાય પછી તેનુ પાણી અલગ કાઢી લેવુ અને અલગ અલગ ગ્રેવી બનાવવી

  4. 4

    એક કડાઈમાં તેલ મૂકી ડુંગળીની ગ્રેવી વઘારવી. એ સારી રીતે ચડી જાય પછી ટામેટા ની ગ્રેવી એમાં એડ કરવી. બંનેની સારી રીતે ઉકળવા દેવી.પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખવી એની સાથે ગરમ મસાલો મીઠું હળદર અને લાલ મરચું નાખો. બધું સારી રીતે મિક્સ કરવું.

  5. 5

    મસાલા સારી રીતે ચડી જાય અને એમાંથી તેલ નીકળી જાય પછી તેમાં ડુંગળી ટામેટા બાફીયા તા એ પાણી જો હોય તો તે નહીં તો બીજું અલગથી ગ્લાસ પાણી નાખો પછી પાની ઉકળવા દેવુ પછી તેમાં બાફેલા ચણા નાખી દેવા. એને સારી રીતે ઉકળવા દેવું.. છોલે તૈયાર છે

  6. 6

    ભટુરા બનાવવા માટે એક કથરોટમાં મેંદાનો લોટ અને રોટલીનો લોટ ભેગા કરવા. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. તેમાં બેકિંગ પાઉડર અને ખાવાનો સોડ દહીં ખાંડ અને.તેલ નું મોણ નાખો. બધું બરાબર મિક્સ કરી અને પરોઠા જેવો લોટ બાંધો. તેને ભીનું કપડું ઢાંકી દો અને એક કલાક રહેવા દો. કપડું પલાળી અને સાવ નિચોવી દેવાનુ બહુ ભીનું ના જોઈએ

  7. 7

    પછી તેના એકસરખા લોયા કરવા. અને લંબગોળ પૂરી વણવી

  8. 8

    પૂરી વણી અને સીધી જ ગરમ તેલમાં નાખી બંને બાજુથી તળી લેવી

  9. 9

    મસ્ત મસાલા છાશ અને ડુંગળી સાથે સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

Similar Recipes