ઓરો - રોટલા(Oro Rotlo Recipe in Gujarati)

Divya Chitroda
Divya Chitroda @cook_19704648
Rajkot
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 લોકો માટે
  1. 5-6ઓરા ના રીગણા
  2. 4-5ઝીણી સમારેલી ડુંગળી
  3. 8-10લસણ ની કડી
  4. 1 ઇંચઆદુ નો ટુકડો
  5. 3-4લિલી મરચી
  6. વઘાર માટે
  7. 1 ચમચીરાઈ
  8. ૧ ચમચીજીરુ
  9. ૧ ચમચીતેલ
  10. 1 ચમચીહળદર
  11. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  12. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણાને વચ્ચેથી કટ આપી તેલ લગાવી શેકી લેવા.

  2. 2

    ત્યારબાદ રીંગણા માંથી છાલ ઉતારી તેના છુંદો કરી લેવો.

  3. 3

    હવે વઘાર માટે તેલ મુકવુ. તેમા રાઈ, જીરુ નાખવું.તેમા ડુંગળી નાંખી સાંતળવું ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સરખુ મિક્સ કરવુ.

  4. 4

    હવે તેમા ટામેટાં નાખી ચડવા દેવા. પછી બધા મસાલા નાખી મિક્સ કરવુ.છેલ્લે રીંગણા નો છુંદો નાખી મિક્સ કરી લ્યો.તૈયાર છે રીગણા નો ઓરો.તેને રોટલા, પાપડ,છાસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Chitroda
Divya Chitroda @cook_19704648
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes