વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#GP4
#Week7
નાશ્તા માં ખવાય એવી આ ડીશ ખૂબ જ આસાનીથી બની જાય છે.સાથે શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો વધુ હેલ્ધી બની જાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૩ વાટકી ઈડલી નું ખીરું
  2. ૧ ડુંગળી
  3. ૧ ગાજર
  4. ૧/૨ વાટકી કોબી સમારેલી
  5. ૧ નાનું કેપ્સીકમ
  6. ટામેટું
  7. ૧ ચમચી મીઠું
  8. ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  9. ૧/૨ ચમચી મરી પાવડર અને ચાટ મસાલો
  10. ૩ ચમચી લીલા ધાણા
  11. ૨ ચમચી તેલ
  12. સર્વ કરવા
  13. લીલી ચટણી, ટામેટા સોસ સાથે કોપરાની ચટણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઈડલી નું ખીરું લો.બધા શાકભાજી ધોઈ ને ચોપર માં નાખી ઝીણા સમારી લો.

  2. 2

    હવે બધા શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.હવે તેમાં આદુ મરચાં ની પેસ્ટ,મરી પાવડર,ચાટ મસાલો, લીલા ધાણા અને મીઠું નાખી બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે આપણું અપ્પમ માટે નું ખીરું તૈયાર છે.હવે અપ્પમ પાત્ર ને તેલ લગાવી દો.તેમા ચમચી વડે ખીરું નાખી ઢાંકી ને ચાર પાંચ મિનિટ સુધી ચડવા દો.

  4. 4

    ધીરે થી પલટાવી બીજી બાજુ પણ શેકી લો.તૈયાર છે વેજ અપ્પમ...

  5. 5

    ગરમ ગરમ લીલી ચટણી, સોસ સાથે કોપરાની ચટણી સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

Similar Recipes