દમ અળવી(અરબી)(Dam arbi recipe in gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#GA4
#Week11

અળવી બારેમાસ થતી વનસ્પતિ છે,પણ ઉનાળા અને ચોમાસા દરમ્યાન વધારે ઉગે છે. જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ અને પાંદડાં બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે.

અરબીમાં ઘણા આવશ્યક પોષક તત્વો છે જેમ કે ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન એ, સી, કેલ્શિયમ અને આયર્ન. આ સિવાય તેમાં પુષ્કળ એન્ટીઓક્સિડેન્ટ્સ પણ છે.
અરબી સામાન્ય આહાર સાથે સાથે ઉપવાસમાં
માં પણ લઈ શકાય છે તો ચાલો આજે આપણે બનાવી દમ અરબી નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25થી 30 મિનિટ
3-4 વ્યક્તિ માટે
  1. 500 ગ્રામઅરવી
  2. 2 નંગડુંગળી
  3. 2 નંગટામેટુ
  4. 3 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  5. 3+2 ચમચી તેલ
  6. 2 ચમચીઘી
  7. 1 ચમચીતલ
  8. 1 ચમચીવરિયાળી
  9. 1 ચમચીઆખા ધાણા
  10. 1+ 1/2 ચમચી જીરું
  11. 1 ચમચીતલ
  12. 8-10 નંગકાજુ
  13. 8-10 નંગસીંગદાણા
  14. 1 ચમચીમગજતરી ના બી
  15. 5-6મરીના દાણા
  16. 2 નંગએલચો
  17. 2 નંગલવિંગ
  18. 2 ચમચીલાલ મરચું પાઉડર
  19. 2 ચમચીધાણા જીરું
  20. સ્વાદ અનુસારમીઠું
  21. 1 ચમચીહળદર
  22. સુકું મરચું
  23. તમાલપત્ર
  24. 1/2 વાટકીમોળું દહીં
  25. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

25થી 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અરવીની ગાંઠ પાણીથી સાફ કરી, છાલ ઉતારી નાંખો,કાંટા વાળી ચમચી થી હોલ કરી અધકચરા બાફી લો. તેલ મૂકી શેલો ફ્રાય કરી લો (તેને ફ્રાય પણ કરી શકાય છે)

  2. 2

    સીંગદાણા, વરીયાળી, આખા ધાણા, કાજુ,તલ,જીરું, મગજતરી ના બી, લવિંગ, મરી અને એલચો ને એક ચમચી ઘી મૂકી અને શેકી લો, ઠંડુ થાય ત્યારબાદ મિક્ષર માં ક્રશ કરી પાઉડર બનાવો.

  3. 3

    એક કડાઈમાં ઘી અને તેલ મૂકી તેમાં જીરું,આખું લાલ મરચું,તમાલપત્ર, આદુ અને લસણની પેસ્ટ નો વઘાર કરો. ત્યારબાદ તેમાં ડુંગળીને સાંતળો. ડુંગળી સંતળાઈ ગયા બાદ તેમાં બનાવેલો મસાલો નાંખી, મસાલાને સુગંધ આવે ત્યાં સુધી ધીમા ગેસ પર શેકો. ત્યારબાદ તેમાં ટામેટાની ગ્રેવી નાખો.

  4. 4

    આ બધું સરસ રીતે મિક્સ કરી તેમાં લાલ મરચું પાઉડર,હળદર,ધાણાજીરું પાઉડર, અને મીઠું નાખી મિક્સ કરો. તેલ છૂટું પડે ત્યાં સુધી તેને હલાવતા રહો. તેલ છૂટું પડે ત્યારે બાદ તેમાં મોળું દહીં નાખી મિક્સ કરો. પછી તેમાં અરવી ઉમેરો.

  5. 5

    તો તૈયાર છે દમ અરવી ની સબ્જી જે પરાઠા રોટલી, કે નાન સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes