વેજ. પનીર ચિઝ સિજલર(Veg paneer cheese Sizzler recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Namrataba parmar
Namrataba parmar @namrataba
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

2કલાક 30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 50 ગ્રામલાંબા પાસ્તા
  2. 50 ગ્રામસ્પ્રિંગ પાસ્તા
  3. 400 ગ્રામબટેટા ચિપ્સ માટે
  4. 400 ગ્રામબટેટા કટલેશ ને ટામેટા કેપ્સિકમ ભરવા
  5. 6 નંગકેપ્સિકમ
  6. 6 નંગટામેટા
  7. 4 નંગલીલી ડુંગળી
  8. 50 ગ્રામલીલા વટાણા
  9. 100 ગ્રામફ્લાવર
  10. 50 ગ્રામલીલું લસણ
  11. 2 ચમચીકોર્નફ્લોર
  12. 50 ગ્રામટોસ્ટ નો ભૂકો
  13. 10 ચમચીગ્રીન સોસ
  14. 10 ચમચીરેડ ચીલી સોસ
  15. 5 ચમચીસોયા સોસ
  16. 20 ચમચીટોમેટો સોસ
  17. 5 ચમચીખાંડેલો મસાલો
  18. 5 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  19. 5 ચમચીઆખું જીરું
  20. 150 ગ્રામપનીર
  21. 50 ગ્રામચીઝ
  22. 25 ગ્રામબટર
  23. 100 ગ્રામન્યૂડલ્
  24. 3 ગ્લાસપાણી
  25. 2 નંગમોટા ગાજર
  26. મીઠું સ્વાદાનુસાર
  27. કોથમીર
  28. 1 કપચોખા ના ભાત
  29. 2 ચમચીખાંડ
  30. 2 ચમચીલીંબુ નો રસ
  31. 4 ચમચીમાયોનિઝ
  32. 15 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

2કલાક 30 મિનિટ
  1. 1

    બધી જ વસ્તુ ને મીઠું નાખી ને બાફી લેવું.બટેટા બાફી ને તેમાં પનીર ચીઝ મરચું. લીંબુ ખાંડ નાખી ને મસાલો ભેગો કરી તે જ મસાલો ટામેટા ને કેપ્સિકમ માં સ્તફ માં ભરી તેને સ્ટીમ કરવા ને બીજા મસાલા ની તમને ગમતાં સેપ માં કટલેશ બનાવી કોર્ન ફોલર ના લોટ માં પાણી થી દોહી ને તેમાં કટલેશ ને ડુબાડી ટોસ્ટ ના ભુકા માં રગદોળી લેવી ને પછી તેને તવા માં સેલો ફ્રાય કરવી.

  2. 2

    ચિપ્સ તળી લેવી.બધી જ વસ્તુ અલગ અલગ રીતે વઘાર કરવા.જેમાં પાસ્તા, બને ન્યૂડલ્સ ભાત બધા નો વઘાર કરવો ને વેજ. જે બાફી ને રાખ્યું છે વેજ. માં તમને ગમતા બધા સબ્જી નાખી શકો. મેં ફલાવર, કેપ્સિકમ, વટાણા, ગાજર, બટેટા, જ વાપર્યા છે

  3. 3

    બધા ના વઘાર માં વારા ફરતી કરવા જેમાં 1 ચમચી ગ્રીન ચીલી, 1 ચમચી રેડ ચીલી, 1/2 સોયા સોસ,2 ચમચી ટોમેટો સોસ ને આખું જીરું, લીલી ડુંગળી, કોબીજ ને નાખી વઘાર કરવા ને પાસ્તા ને પનીર ના વઘાર ક્રિમિ કરવા માટે એ બને માં 2 ચમચી માયોનિઝ નાખવું.

  4. 4

    ગ્રેવી બનવા માટે તેલ મૂકી તેમાં લીલી ડુંગરુ લસણ ને કોબીજ નું બારીક કટિંગ સાંતળી બધા સોસ રેડ, ને ગ્રીન ચીલી 2 ચમચી ને સોયા સોસ 1 ચમચી ને ટોમેટો સોસ 3 ચમચી નાખી 2 ચમચી લસણ નો ખાંડેલો મસાલો નાખી ત્યાર બાદ 3 ગ્લાસ પાણી નાખી દેવું તેમાં બે ચમચી કોર્ન ફ્લોર ની દોહી સતત હલાવતા હલાવતા ધીમે ધીમે તેમાં કોર્ન ફ્લોર ઉમેરવો..ને ઉકાળવું.આથી ગ્રેવી સરસ ઘટ્ટ થઈ જાશે.

  5. 5

    બધું ત્યાર થયા બાદ સિજલર પ્લેટ ને મારી જેમ સિજલર પ્લેટ ના હોઈ તો નોનસ્ટિક તવી ને ફૂલ ગરમ કરી લેવી ત્યાર બાદ નીચે કોબીજ ના પાંદડા ગોઠવી બધી વસ્તુ સરસ રીતે સર્વ કરી ને માથે ચીઝ ખમણી નાખવું. ત્યાર બાદ પ્લેટ ને ગેસ પર રાખી ધીમા તાપે જ રાખી ગરમ ગ્રેવી રેડવી ને ને છેલ્લે ફરતે ઘી નાખવું એટલે બહાર ની જેમ ધુવાળા સરસ કાઢશે ને હોટેલ જેવી ફિલિંગ સાથે સિજલર ની મજા લઈ શકશો. કોથમીર ઉપર ગાર્નિશ કરવી..લો ત્યાર છે ચટાકેદાર સિજલર

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Namrataba parmar
Namrataba parmar @namrataba
પર

Similar Recipes