ઘટકો

૪૦ મિનિટ
૧૨ પીસ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧ કપચોખાનો લોટ
  3. ૧ કપબાફેલા નુડલ્સ
  4. ૧ કપલાંબી સમારેલી ડુંગળી
  5. કપ. લાંબી સમારેલી કોબીજ
  6. ગાજર
  7. બ્રોકોલી
  8. ૧/૨ કપબાફેલા વટાણા
  9. ૧/૨ કપલાંબા સમારેલા કેપ્સીકમ
  10. ૩ ચમચીઆદુ, મરચા, લસણની પેસ્ટ
  11. ૨ ચમચીચાયનીઝ મસાલો
  12. ૧ ચમચીમરી પાઉડર
  13. મરચું પાઉડર સ્વાદાનુસાર
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ૧ ચમચીસોયા સોસ
  16. ટામેટા સોસ જરૂર મુજબ
  17. તેલ જરૂર મુજબ
  18. ટામેટા સોસ જરૂર મુજબ
  19. ગ્રીન ચટણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઘઉનો અને ચોખાનો લોટ લો. તેમાં ખાંડ, મીઠું અને પાણી ઉમેરીને બરાબર મિક્સ કરીને ઢોસા જેવું ખીરું બનાવી લો અને તેને ૧ કલાક સુધી સાઇડ પર મૂકી દો.બધા શાકભાજી સાફ કરી લો.

  2. 2

    સ્ટફિંગ માટે બધા શાકભાજી લાંબી સળીની જેવા સમારી લો.વટાણા અને નુડલ્સ બાફી લો.એક કડાઈમાં ૧ ચમચો તેલ ગરમ કરવા મૂકો. બધા શાકભાજી, સોસ અને મસાલા ઉમેરીને મિક્સ કરી લો.પછી નુડલ્સ ઉમેરીને મિક્સ કરી ગેસ બંધ કરી દો.

  3. 3

    એક નોન સ્ટિક તવો ગરમ કરવા મૂકો. પછી ખીરૂ હલાવીને ઢોસા જેવું પાથરવું અને કિનારી ઉપર તેલ નાખવુ.પછી એક સાઇડ પર ૨ ચમચા સ્ટફિંગ પાથરી દો.

  4. 4

    સ્પ્રિંગ રોલનુ ઉપરનું પડ ગોલ્ડન બ્રાઉન કલરનૂ થાય એટલે રોલ વાળીને પ્લેટમાં કાઢી લો અને વચમાંથી ક્રોસ કટ કરી લો.

  5. 5

    તૈયાર ચટપટા ક્રીસ્પિ, ટેસ્ટી અને હેલ્ધી સ્પ્રિંગ રોલ સોસ અને લીલી ચટણીસાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Nutan Shah
Nutan Shah @cook_24867255
પર
Sangli. Maharashtra
l love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes