વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#KS1
#વઘારેલી ખીચડી
#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી
#Cookpadindia
#Cookpadgujrati

વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)

#KS1
#વઘારેલી ખીચડી
#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી
#Cookpadindia
#Cookpadgujrati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4થી 5વ્યક્તિ
  1. 100 ગ્રામજાડા ચોખા
  2. 50 ગ્રામમગની છોતરાં વાળી દાળ
  3. 50 ગ્રામચણાની દાળ
  4. 50 ગ્રામમગની મોગર દાળ
  5. 10 ગ્રામમેથીના દાણા
  6. વેજિટેબ્લસ**
  7. 1 નંગબટાકા
  8. 1 નંગટામેટાં
  9. 1 નંગલાલ ગાજર
  10. 1 નંગઓરેંજ ગાજર
  11. 20 ગ્રામલીલાં વટાણા
  12. 20 ગ્રામફણસી
  13. 10 ગ્રામફ્લાવર
  14. 6-7 ચમચીલસણ અને મરચાં ની પેસ્ટ
  15. જરુર મુજબ કોથમીર
  16. 1 નંગડુંગળી
  17. 2-3 નંગતમાલપત્ર
  18. 2 નંગલવિંગ
  19. ચપટીહીંગ
  20. 1 ચમચીહળદર
  21. 2 ચમચીલાલ મરચું પાઉડર
  22. 2 ચમચીધાણા જીરું પાઉડર
  23. 1 ચમચીગરમ મસાલો
  24. જરુર મુજબ તેલ
  25. જરુર મુજબ પાણી
  26. દહીંં તિખારી માટે ***
  27. 200 ગ્રામદહીં
  28. 1/2 ચમચીહળદર
  29. 1 ચમચીધાણા જીરું પાઉડર
  30. 3-4 ચમચીતેલ
  31. ચપટીહિંગ
  32. 4-5 ચમચીલસણની પેસ્ટ અધકચરી બનાવેલ
  33. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વેજીટેબલ મસાલા ખીચડીની સામગ્રી **

  2. 2

    ચોખા, દાળ પાણીથી ધોઈને લેવાં. મેથી ના દાણાને 1ક્લાક માટે પાણીમાં પલાળી રાખો. જેથી તેની કડવાશ નહી લાગે. આ બધી સામગ્રી 10મીનીટ પાણીમાં પલાળી રાખો.

  3. 3

    વેજિટેબ્લ્સ બધાં 2થી 3વાર પાણીમાં ધોઈને બારીક અથવા મોટા પીસીસમાં કટ કરવા.

  4. 4

    કુકરમાં 2મોટા ચમચા તેલ ગરમ કરી તેમાં જીરું,રાઈ,મેથીનાં દાણા અને તમાલ પત્ર,લવિંગ,હીંગનો વગાર કરવો.

  5. 5

    વગાર આવતાંની સાથે જ ડુંગળી અને લસણની,મરચાંની પેસ્ટ રોસ્ટ કરવી. 1મિનિટ પછી મિક્સ વેજિટેબ્લ્સ નાંખી સાંતડવા.

  6. 6

    બધાં વેજિટેબ્લ્સ સંતળાય જાય ત્યારે મસાલા મિક્સ કરીને મિશ્રણને હલાવવું. ત્યાર બાદ તેમાં પલાડેલ ચોખા અને દાળ મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીહું અને જરુર મુજબ પાણી નાખી ઉપરથી ગાર્નિશ કરો.

  7. 7

    હવે કુકરને ધીમી આંચ પર મૂકી 2વિસલ આપો. ઠંડ થયા પછી તેમાં 2મોટા ચમચા ઘી નાંખી હલાવવું. રેડી છે સ્વાદિષ્ટ વેજીટેબલ મસાલા ખીચડી.

  8. 8

    દહીં તિખારી માટે ની સામગ્રી**

  9. 9

    200ગ્રામ દહીં મોરું અને પાણી વગરનું લેવું.એક પેનમાં 2થી 3ચમચી તેલ ગરમ કરી તેમાં હીંગનો વગાર કરી લસણની અધકચરી વાટેલ ચટણી ધીમી આંચ પર સાંતડવી.1/2 મીનીટ માટે.

  10. 10

    જેવી સંતળાય ત્યારે તેમાં હળદર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખી દહીં મિક્સ કરી તરત જ ગેસ બંધ કરી દો. ઉપરથી કોથમીર ભભરાવી.

  11. 11

    રેડી છે સ્વાદિષ્ટ દહીં તિખારી (કાઠિયાવાડની) તેને સર્વ કરો ગરમા ગરમ ખીચડી,રોટલો,રોટલી સાથે.😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

Similar Recipes