ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. 1 વાટકો બાસમતી ચોખા
  2. કેસરી લેયર માટે
  3. 1 નંગગાજર
  4. 3 નંગટામેટાં
  5. મીઠું
  6. 1 ચમચીમરચું પાઉડર
  7. 1 ચમચીતેલ
  8. 1 ચમચીઘી
  9. ચપટીહીંગ
  10. ચપટીગરમ મસાલો
  11. સફેદ લેયર માટે
  12. થોડાકાજુ
  13. 1 નંગબાફેલું બટાકુ
  14. 1 ચમચીતેલ
  15. 1 ચમચીઘી
  16. મીઠું સ્વાદ મુજબ
  17. લીલા લેયર માટે
  18. 1જૂડી પાલક
  19. 1/2 નંગકેપ્સિકમ
  20. થોડાલીલા વટાણા
  21. આદુ મરચાં ની પેસ્ટ
  22. ચપટીજીરું
  23. ચપટીહીંગ
  24. 1 ચમચીતેલ
  25. 1 ચમચીઘી
  26. 1ગોળ ડબ્બો સેેટ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને 2,3 વાર સરસ થી ધોઈ લો પછી થોડીવાર પલળવા દો એક તપેલીમાં ગરમ પાણી કરી ચોખા ને છુટા રાંધી લેવા તેના ત્રણ ભા ગ કરી લો

  2. 2

    હવે આપણે પાલક ને સરસ ધોઈને ને બાફી લઈ બ્લેન્ડર ફેરવી લેસું તેની પ્યૂરી બનાવી પછી કેપ્સિકમ અને વટાણા ને સમારી તૈયાર કરી લેવા

  3. 3

    એક તપેલીમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં ચપટી જીરું, હીંગ અને આદુ,મરચાં ની પેસ્ટ ઉમેરીને સૌ પ્રથમ કેપ્સિકમ નાખી સાંતળી લઈ,બાફેલા વટાણા નાખી દો વટાણા સાંતળી લઈ તેમાં જરુર મુજબ મીઠું નાખી પાલક ની પ્યૂરી ઉમેરી સરસ સાંતળી પાણી નો ભાગ બળી જાય એટલે તેમાં એક ભાગ ના બનાવેલ ભાત ઉમેરી દો તો તૈયાર છે લીલા લેયર નો પુલાવ

  4. 4

    હવે આપણે સફેદ લેયર તૈયાર કરી લઈ એ તેના માટે 1 નંગ બાફેલું બટાકા ને સમારી લઈ એ અને થોડા કાજુ ને એક લોયા માં તેલ અને ઘી ગરમ કરી સાંતળી તેમાં એક ભાગ નો ભાત ઉમેરી દો સારી રીતે મિક્સ કરી લો તૈયાર છે સફેદ લેયર પુલાવ

  5. 5

    કેસરી લેયર માટે 2 ટામેટાં ની પ્યૂરી તૈયાર કરી લો 1 નંગ ટામેટાં ને ઝીણા સમારી લેવા અને ગાજર ને પણ ઝીણું સમારી લેવું એક લોયા માં તેલ,ઘી ગરમ કરી તેમાં પહેલા ટામેટાં અને સમારેલા ગાજર ને સાંતળી લેવા પછી ટામેટાં ની પ્યૂરી સાંતળી લઈ મીઠું અને મરચું પાઉડર નાખી પાણી બળી જાય એટલે બનાવેલ ભાત ઉમેરીને બરાબર મિક્ષ કરી લો તૈયાર છે કેસરી પુલાવ

  6. 6

    હવે એક પ્લાસ્ટિક નો ગોળ ડબ્બામાં નીચે ગ્રીન લેયર, વચ્ચે વ્હાઈટ લેયર અને ઉપર ઓરેન્જ લેયર દબાવીને ભરી પછી એક મોટી થાળી માં ડબ્બા ને ઊંધો વાળી થપથપવી ને પુલાવ ઢાળી લૌ એકદમ મસ્ત લેયર દેખાય આવશે સાઇડ માં લીલા મરચું કોથમીર લીમડાનાની ડાળી ગોઠવી લો

  7. 7

    વધાર માં જીરું,લીમડાના પાન, તમાલપત્ર, તજ,લવીંગ વાપરી શકાય પણ અમારા ઘરમાં ઓછા મસાલા પસન્દ છે માટે મેં જીરું મૂકી ને વઘાર કરેલ છે ઓછા મસાલા માં પણ સરસ સ્વાદિષ્ટ લાગે છે 👌😊😊😊😊😊😊😊😊😊😊😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

Similar Recipes