મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)

Parul Kesariya
Parul Kesariya @cook_29602118

#KS6 મઠો એક ગુજરાતી સ્વીટ છે, જે દહીં માથી બનાવવા મા આવેછે, & ઉનાળા ની સીઝન મા વધારે ખવાય છે.

મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)

#KS6 મઠો એક ગુજરાતી સ્વીટ છે, જે દહીં માથી બનાવવા મા આવેછે, & ઉનાળા ની સીઝન મા વધારે ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૬ કલાક
૫ જણા
  1. ૧ લિટરફેંટ વાળુ મોળું દહીં
  2. ૧ વાટકીદળેલી ખાંડ
  3. ૧/૨ વાટકીપાકેલી કેરી નો રસ
  4. ૧+૧/૨ કેરી ના નાના પીસીસ
  5. ૧/૨ વાટકીમીકસ ડા્યફુટ(કાજુ,બદામ,પિસ્તા કતરણ)

રાંધવાની સૂચનાઓ

૫-૬ કલાક
  1. 1

    સૌ પ્રથમ દુધ ને સરસ ગરમ કરી લો, ઠંડું થાય એટલે તેમાં ૧/૨ ચમચી દહીં ઉમેરી મેળવી દો.

  2. 2

    પછી દહીં ને કોટન ના કપડા મા અથવા મલમલ ના કપડા મા બાંધી ને કાણાવાળી ચાયણી મા રાખી નીચે તપેલી રાખવી જેથી દહીં નું પાણી બધુ તપેલી મા નીકળે. દહીં ઉપર વજન રાખી ફી્જ મા ૫-૬ કલાક માટે રાખો.

  3. 3

    ત્યારબાદ ૨ નંગ પાકેલી કેરી લો, તેમાથી ૧/૨ કેરીનો રસ કરી ૧૧/૨ કેરી ના પીસીસ કરી લો,

  4. 4

    ૪-૫ કલાક બાદ દહીં માથી પાણી નીકળી ગયું હસે... (જો જરુર લાગે તો ૧-૨ ચમચી મીલ્ક પાઉડર ઉમેરી શકાય) ત્યારબાદ તેને ઘઉં ચાળવાની જાળી મા લઈ હાથ થી ચાળી લો,

  5. 5

    ત્યાર બાદ તેમાં દળેલી ખાંડ,કેરી નો રસ,કેરી ના પીસ તથા મીકસ ડા્યફુટ ઉમેરી સરસ મીકસ કરો.

  6. 6

    પછી ૧ કલાક ફી્જ મા સેટ થવા દો. ત્યાર બાદ સવઁ કરતી વખતે ઉપર કેરી ના પીસીસ મુકી સવઁ કરો. તૈયાર છે મેંગો મઠો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Kesariya
Parul Kesariya @cook_29602118
પર

ટિપ્પણીઓ

Similar Recipes