વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#SJ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા ની દાળ
  2. 2 મોટી ચમચીદહીં
  3. 2 ચમચીલીંબુ નો રસ
  4. 1 ચમચીઈનો
  5. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1/4 ચમચીહળદર
  7. સ્વાદમુજબ મીઠુ
  8. વધાર માટેની સામગ્રી
  9. 2ચમચા તેલ
  10. 1 નાની ચમચીરાઈ
  11. 1/2 ચમચીહીંગ
  12. 8-10મીઠા લીમડાના પાન
  13. 1લીલુ મરચુ સુધારેલુ
  14. 2 મોટી ચમચીખાંડ
  15. 1/4 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ ને 6 થી 7 કલાક માટે પલારી રાખો.

  2. 2

    પલારેલી દાળ ને એક ચાયણી મા કાઢી લો.

  3. 3

    હવે એક મિકસચર જાર મા 1/2દાળ નાખી તેમા એક ચમચી દહીં અને એક ચમચી લીંબુ નો રસ અને બે પીસ બરફ નાખી પીસી લેવુ.

  4. 4

    6 થી 7 કલાક બેટર મા આથો લયાવા માટે ઢાંકી ને રાખી દો.

  5. 5

    આથો આવી જાય પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ, હળદર અને સ્વાદ મુજબ મીઠુ નાખી હલાવીને તેમાં 1/2 કપ પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લો.

  6. 6

    હવે એક કડાઈ માં 2 ગ્લાસ પાણી મૂકી ઢાંકી ને ગરમ થવા દો. અને એક થાળી માં તેલ લગાવી લો.

  7. 7

    ત્યારબાદ ખમણ ના બેટરમાં 1 ચમચી ઈનો અને 1 ચમચી પાણી નાખી ને બેટરને એક ધારુ ઝડપથી ફીણીલો.

  8. 8

    હવે તૈયાર થયેલ બેટરને તેલ લગાવેલ થાળી મા નાખી ને લોયા મા રાખી તેની ઉપર એક મોટુ વાસણ ઢાંકી 20થી25 મિનિટ સુધી ખમણ ને પાકવા દો.

  9. 9

    25 મિનિટ બાદ ખમણ તૈયાર છે.તેને 15 મિનિટ ઠરવા દો.ત્યારબાદ તેમા ખમણ મા કાપા પાડી એક વાસણ મા લઈ લો.

  10. 10

    હવે ખમણ પર વધાર નાખવાનો તૈયાર કર શુ.

  11. 11

    એક નાની કઢાઈ મા બે ચમચા તેલ ગરમ કરવુ.ત્યારબાદ તેમા રાઈ નાખવી.તે તતળી જાય એટલે તેમા હીંગ અને લીમડાના પાન નાખી મરચા ના ટુકડા નાખી દો.

  12. 12

    ત્યારબાદ તેમા ખાંડ અને પાણી નાખી ઉકળવા દો.

  13. 13

    હવે વઘારને ખમણ ઉપર રેડી દો.

  14. 14

    ખમણ ને સરવિંગ પ્લેટ મા લઈ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

Similar Recipes