રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517

#GA4
#Week7
રવો પચવામાં ખૂબ હલકો હોય છે. તેની અલગ અલગ વાનગીઓ બનાવી ને આપડે પચવામાં હલકી હોય એવી વાનગીઓ ની મજા માણી શકીએ છીએ... આજે મેં નાસ્તા માટે રવા ઈડલી બનાવી છે. ચાલો રેસિપી જોઈએ.

રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

#GA4
#Week7
રવો પચવામાં ખૂબ હલકો હોય છે. તેની અલગ અલગ વાનગીઓ બનાવી ને આપડે પચવામાં હલકી હોય એવી વાનગીઓ ની મજા માણી શકીએ છીએ... આજે મેં નાસ્તા માટે રવા ઈડલી બનાવી છે. ચાલો રેસિપી જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૧૨ નંગ
  1. ૧ કટોરીરવો
  2. ૧/૨ ગ્લાસછાશ
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. ૧ નાની ચમચીઇનો
  5. નાનું લીંબુ
  6. લીલું મરચું
  7. ૫ - ૬ મીઠાં લીમડા ના પાન
  8. ૨ ચમચીતેલ
  9. ૧/૪ કપપાણી
  10. ૧ ચમચીરાઈ
  11. ૧ ચમચીઅડદ ની દાળ
  12. ચપટીહિંગ
  13. ૧ ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ રવા ને છાશ માં ૧૦ મીનીટ માટે પલાળો.

  2. 2

    હવે લીલું મરચું સમારી લો અને વઘાર ની તૈયારી કરો.

  3. 3
  4. 4

    હવે એક વઘારિયા માં તેલ ગરમ કરો અને તેમાં રાઈ નાખો, રાઇ તતડે એટલે જીરૂ, અડદ ની દાળ, હીંગ ઉમેરો. પછી તેમાં સમારેલ લીલું મરચું અને મીઠા લીમડા ના પાન ઉમેરી હલાવી લો. તેમાં ૧/૪ કપ અથવા તમને બેટર માટે જરૂર મુજબ પાણી ઉમેરી, મીઠું ઉમેરો અને થોડું ઉકળે એટલે તેને રવો જે પલડ્યો છે તેમાં ઉમેરી બરાબર મિક્સ કરો.

  5. 5
  6. 6

    હવે એક મોટા અને ઊંડા વાસણ માં થોડું પાણી ગરમ કરવા મૂકો. ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લો.

  7. 7

    હવે જે રવા નું બેતર તૈયાર છે તેમાં ઇનો અને લીંબુ નો રસ ઉમેરી કોઈ એક જ સાઇડ ચલાવતા રહો અને બરાબર ફેંટી લો. ઈડલી મૂકવા માટે બેટ્ટર એકદમ તૈયાર છે. ઈડલી સ્ટેન્ડ માં મૂકી ૧૦ મીનીટ માટે કૂક કરો.

  8. 8
  9. 9

    ૧૦ મીનીટ પછી ખોલી ને ચેક કરી લો. જો ચપ્પુ સાફ નીકળે તો ઈડલી બરાબર ચઢી ગઈ છે.આ ઈડલી ને ૫ મીનીટ સુધી સ્ટેન્ડ માં જ ઠરવા દો. પછી જ સ્ટેન્ડ માં થી બહાર કાઢી લો.

  10. 10

    સ્ટેન્ડ માં થી બહાર કાઢ્યા પછી આ ઈડલી ને સર્વ કરી છે. તમે પણ આ રીતે બનાવી ને મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvee Sodha
Urvee Sodha @cook_27647517
પર

Similar Recipes