વેજ બર્ગર (Veg. Burger Recipe In Gujarati)

sonal patel
sonal patel @sonu15
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો
  1. ૧ કપબાફેલા અને મેશ કરેલા બટાકા
  2. ૧/૪ કપફ્રોઝન અને થોડા બ્લેંચ કરેલા વટાણા
  3. ૧/૪ કપકેપ્સીકમ
  4. ૧/૪ કપગાજર
  5. બર્ગર બન
  6. ૧/૨ ચમચીચાટ મસાલો
  7. થોડું મેયોનીઝ
  8. કાકડીનીસ્લાઈસીસ
  9. ટામેટાની સ્લાય્સીસ
  10. કોબીજનાપાંદ
  11. બ્રેડ માટેનું બ્રેડ ક્રમબસ
  12. થોડો ટોમેટો કેચપ
  13. ચીઝના સ્લાય્સ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક મોટો બાઉલ લઇ તેમાં બટાકા, મકાઈ, ગાજર, લીલા વટાણા કેપ્સીકમ, ચાટ મસાલો, મરી, મીઠું ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં થોડું બ્રેડ ક્રમબ ઉમેરી ફરીથી મિક્ષ કરી લો.

  2. 2

    આ મિક્ષ્ચર માંથી મોટા કદની પેટીસ બનાવી લો. આ મિશ્રણ માંથી ૩ પેટીસ બનશે. હવે કડાઈમાં તેલ ગરમ કરી, બ્રેડ ક્ર્મ્બને એક ડીશમાં લો. હવે તેમાં પેટીસને રગદોળી, તેને શેકવા માટે કડાઈમાં નાખો.

  3. 3

    તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી બહાર કાઢી લો અને કડાઇમાંથી વધારાનું તેલ બહાર કાઢી લો. હવે બર્ગર બનને વચ્ચેથી કાપી લો.

  4. 4

    હવે તે જ કડાઈમાં બર્ગર બનને શેકી બહાર કાઢી લો. હવે બર્ગર બન પર થોડું માખણ લગાવી, નીચેના ભાગમાં થોડા હર્બ્સ છાંટી દો.

  5. 5

    હવે તેના પર ટોમેટો કેચપ લગાવી તેને પર કોબીજનું એક પાંદ મુકો. ત્યારબાદ તેના પર એક પેટીસ મુકો. હવે પેટીસ પર ૧ ટામેટાની અને ૧ કાકડીની સ્લાઈસ મુકો.

  6. 6

    હવે તેના પર એક ચીઝની સ્લાઈસ મૂકી, ઉપરના બન પર મેયોનીઝ લગાવી, હર્બ્સ છાંટી દો. અંતે ઉપરના બનને ચીઝની સ્લાઈસ પર મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal patel
sonal patel @sonu15
પર
yes i love cookingand i like cooking
વધુ વાંચો

Similar Recipes