હોમ મેડ ટાકોઝ (Home Made Tacos Recipe In Gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr
2 સર્વિંગ્સ
  1. 1 કપમકાઇ નો લોટ
  2. 1/2 કપમેંદો
  3. 1 ટીસ્પૂનતેલ
  4. 1 ટીસ્પૂનઅજમો
  5. મીઠું સ્વાદ મુજબ
  6. પાણી જરૂર મુજબ
  7. સાલસા બનાવા માટે
  8. 1કેપ્સિકમ
  9. 1/2 કપઝીણી સમારેલી ડુંગળી
  10. 2 1/2 કપઝીણા સમારેલા ટોમેટો
  11. 1/2 ટીસ્પૂન ખાંડ
  12. 1/2 ટીસ્પૂનમરચું
  13. 1/2 ટીસ્પૂનઓરેગાનો
  14. 3 1/2 ટીસ્પૂનતૈલ બ્રશિંગ અને કુકીંગ માટે
  15. જેલેપીનો અને ચીઝ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    ટાકોઝ શેલ બનવા ની રીત
    એક વાસણમાં મકાઈ નો લોટ અને મેંદો લઈએ મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં અજમો, મીઠું અને મોણ નાખી પરાઠા જેવો લોટ બાંધી 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપો.

  3. 3

    હવે એક વાસણમાં ટોકોઝ તળવા માટે તેલ ગરમ કરવા મૂકી લોટ નો લૂઓ લઈએ નાની પૂરી વણી ફોક થી પીક કરી ગરમ તેલ માં તળવા મૂકી ચીપયા ની મદદથી ટાકોઝ નો શેપ આપી તળી લો.

  4. 4

    સાલસા બનાવા માટે
    કેપ્સિકમ પર તેલ લગાવી ને ગેસ પર ચારે બાજુ થોડું બ્લેક થાય ત્યાં સુધી શેકો. હવે કેપ્સિકમ ને ઠંડા પાણી માં નાખી બ્લેક સ્કિન કાઢી કેપ્સિકમ ને એકદમ ઝીણા સમારી લો.

  5. 5

    એક નોન સ્ટિક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાખી 2 થી 3 મિનિટ સુધી શેકી લો. ત્યાર બાદ કેપ્સિકમ નાખી તેમાં મીઠુ, મરચુ, ખાંડ અને ઓરેગાનો નાખી બરાબર મિક્સ કરી તેમાં ટોમેટો નાખી 10 મિનિટ સુધી થવા દો.

  6. 6

    ત્યાર બાદ ટાકોઝ શેલ લઈએ તેમાં ત્યાર કરેલ સાલસા મૂકી તેમાં ચીઝ સ્પ્રેડ કરી જેલેપીનો મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes