ઈડલી સંભાર (idli sambar recipe in Gujarati)

Alpa Vora
Alpa Vora @voraalpa
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૩ લોકો
  1. 3વાટકા ચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 1 ચમચીખાવાનો સોડા
  4. ૧ ચમચીતેલ
  5. 1 વાટકીદહીં અથવા છાશ
  6. જરૂરિયાત મુજબ પાણી
  7. સંભાર ના ઘટકો
  8. ચમચો તેલ
  9. 1 ચમચીજીરૂ
  10. ૧/૨ ચમચીઆખી મેથી
  11. ૧/૨ચમચો ચણાની દાળ
  12. ૧/૨ ચમચીચોખા
  13. ૧/૨ ચમચીધાણા
  14. ૧/૪ ચમચીહિંગ
  15. ૧ ટુકડોઆદું. છથી સાત લસણની કળી
  16. 6-7આખા લાલ સુકા મરચા
  17. 1એસી અને બે લવિંગ
  18. ૨ ચમચીલીલા નારિયેળ ના ટુકડા
  19. છથી સાત લીમડા ના પાન
  20. ૧/૨ ચમચીહળદર
  21. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  22. 1ડુંગળી સમારેલી
  23. મીઠું સ્વાદ અનુસાર
  24. પાણી જરૂર મુજબ
  25. 1વાટકો તુવેરની દાળ
  26. ૧ ચમચીરાઈ
  27. 1લીલુ સમારેલું મરચું
  28. 1ઝીણું સમારેલું ટમેટું
  29. 1ચમચો ઝીણી સમારેલી દુધી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ અડદની દાળ અને ચોખાને મિક્સ કરીને દલી લેવું. પછી તેમાં દહીં મીઠું અને જરૂરિયાત મુજબ પાણી નાખીને તેને પાંચથી સાત કલાક માટે પલાળી રાખવું. પછી ઈડલી બનાવતી વખતે નાના એવા એક પેનમાં તેલ મૂકી તેમાં સોડા નાખી પાણી નાંખી અને ખીરામાં નાંખી પછી તેને બે થી પાંચ મિનિટ માટે સતત એક જ સાઈડ હલાવતા રહેવું.

  2. 2

    પછી તેના સ્ટેન્ડમાં તેલ લગાવી અને ઈડલીને મૂકવી અને ૫ થી ૭ મિનીટ માટે થવા દેવી. પાંચથી સાત મિનિટ પછી ટુથપીક થી ચેક કરી લેવી.

  3. 3

    સૌ પ્રથમ તુવેરની દાળને બેથી ત્રણ કલાક માટે પલાળી લેવી પછી એક પેનમાં તેલ મૂકી તેમાં ઉપર દર્શાવેલ બધાજ મસાલાને બેથી ત્રણ મિનિટ માટે ધીમે ધીમે શેકતા જવા. મસાલા શેકાય જાય ત્યાર બાદ તેને ઠંડા થઈ જાય પછી તેની જરૂર મુજબ પાણી નાખી એને મીક્સરમાં એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લેવી.

  4. 4

    પછી કુકર માં તેલ મૂકી તેમાં 1 લીલુ મરચું સમારેલુ 1 ઝીણું સમારેલું ટમેટું એક ચમચી ઝીણી સમારેલી દુધી નાખી હલાવો પછી તેમાં મીઠું નાખી ઉપર બનાવેલી પેસ્ટ નાંખવી અને એક મિનીટ માટે સાંતળી પછી તેમાં તુવેરની દાળ નાખી તુવેરની દાળ કરતા ચાર ગણુ પાણી નાખી તેને હલાવી એક ઉભરો આવે પછી ઉપરની ત્રણથી ચાર સીટી વગાડી લેવી ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું.

  5. 5

    એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ લીમડાના પાન હિંગ સૂકા લાલ મરચાં થી વઘાર કરવો પછી તેને ઈડલી સાથે ગરમ ગરમ સર્વ કરવું.

  6. 6

    ચટણી બનાવવાની રેસીપી

  7. 7

    એક મિક્સર જારમાં એક વાટકો લીલુ સમારેલું નાળિયેર ભાઈ ૮ થી ૧૦ નંગ લીમડા ના પાન ૨ થી ૩ લીલા સમારેલા મરચાં ૧ કટકો આદુ 1 ચમચી જીરૂ 1/2વાટકી દાળિયા ની દાળ જરૂરિયાત પ્રમાણે મીઠું અને 1/2 કપ કોથમીર નાખી જરૂરિયાત પ્રમાણે પાણી નાખી સ્મૂથ પેસ્ટ બનાવી ત્યારબાદ તેને એક વાટકામાં કાઢી તેમાં
    1/2 ચમચો દહીં નાખી હલાવી પછી એક પેનમાં એક ચમચી તેલ 1/2 ચમચી અડદની દાળ 1/2 ચમચી રાઈ હિન્દી છથી સાત લીમડા ના પાન અને એકલા સૂકું મરચું નાખી અને વઘાર કરવો ત્યારબાદ ઈડલી સંભાર સાથે ચટણી અને સર્વ કરવી એકવાર કોલી સમાજ તમા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Vora
Alpa Vora @voraalpa
પર

ટિપ્પણીઓ

Similar Recipes