રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#RC3
#week3
#cookpadgujarati
#cookpadindia
પાસ્તા એક ઈટાલિયન વાનગી છે. પાસ્તાનું નામ પડતાજ નાના બાળકો ફટાફટ ખાવા માટે તૈયાર થઈ જાય છે. પાસ્તા રેડ સોસ અથવા વ્હાઈટ સોસ અથવા તો રેડ એન્ડ વ્હાઈટ સોસ એમ પીંક સોસ માં પણ બનાવવામાં આવે છે. આજે મેં રેડ સોસમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટો પ્યુરી, ડુંગળી, લસણ અને ઇટાલિયન હર્બસ દ્વારા બનાવવામાં આવતા આ પાસ્તા ખુબ જ સરસ લાગે છે. રેડ સોસ પાસ્તા ડિનરમાં, પાર્ટીમાં, સ્નેક્સમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો માટે
  1. 6 કપપાણી
  2. 1 Tspમીઠું
  3. 2 કપપેની પાસ્તા
  4. 6મોટા ટમેટા
  5. 2સૂકા લાલ મરચા
  6. 2 Tbspતેલ
  7. 2 Tbspસમારેલું લસણ
  8. 1/2 કપસમારેલી ડુંગળી
  9. 1 Tspરેડ ચીલી ફ્લેક્સ
  10. 1 Tspમિક્સ હર્બ
  11. 1/2 Tspમરી પાવડર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 2ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક મોટા વાસણમાં પાણી બોઈલ થાય એટલે તેમાં મીઠું ઉમેરી પેની પાસ્તા ઉમેરવાના છે. અને તેને લગભગ 7 થી 8 મિનીટ માટે બોઈલ થવા દેવાના છે.

  2. 2

    પાસ્તા બોલ થઈ જાય એટલે તેને એક સ્ટ્રેનરમાં લઇ તેમાંથી બધું પાણી નિતારી લેવાનું છે. અને તેમાં થોડું તેલ લગાવી તેને સાઈડ પર રાખી દેવાના છે.

  3. 3

    ટમેટાને ચોખ્ખા પાણી થી ધોઈ તેના પર ચપ્પુથી ક્રોસ કરી લેવાના છે. એક વાસણમાં પાણી બોઈલ કરી તેમાં તૈયાર કરેલા ટમેટા અને સુકા મરચા ઉમેરી તેને 5 થી 6 મિનિટ માટે બોઇલ કરી લેવાના છે.

  4. 4

    ત્યાર બાદ તેને પાણી માંથી કાઢી તેની છાલ ઉતારી તેને મિક્સર ની જારમાં ક્રશ કરી તેની પ્યુરી બનાવી લેવાની છે.

  5. 5

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં સમારેલું લસણ અને સમારેલી ડુંગળી ઉમેરી તેને બરાબર રીતે સાતળી લેવાના છે. ત્યારબાદ તેમાં રેડ ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ, મરી પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  6. 6

    હવે તેમાં તૈયાર કરેલી ટમેટાની પ્યુરી ઉમેરવાની છે. બધુ બરાબર રીતે મિક્સ કરી ફરી તેને પાંચ મિનિટ માટે બોઇલ થવા દેવાનું છે જેથી રેડ સોસ તૈયાર થઈ જશે.

  7. 7

    હવે તેમા બોઇલ કરીને તૈયાર કરેલા પાસ્તા ઉમેરવાના છે અને બરાબર રીતે રેડ સોસથી કોટ કરી લેવાના છે.

  8. 8

    જેથી આપણા રેડ સોસ પાસ્તા સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes