પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra

Friendship post...
Dedicated to bestie

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો માટે
  1. ફુદીના નુ પાણી
  2. ૧૦૦ ગ્રામ ફુદીનો
  3. ૫૦ ગ્રામ કોથમીર
  4. ૩ નંગલીલાં મરચા ્
  5. લીંબુ
  6. 1/2 ચમચી મીઠું
  7. 1/4 ચમચી સંચળ
  8. 1/2 ચમચી પાણી પૂરી નો મસાલો
  9. ખજૂર આમલીની ચટણી:
  10. ૨૫૦ ગ્રામ ખજૂર
  11. ૫૦ ગ્રામ આંબલી
  12. ૧૦૦ ગ્રામ ગોળ
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 1/2 ચમચી ધાણાજીરૂ
  15. ૧ ચમચીલાલ મરચું
  16. મસાલા માટે ::
  17. ૫૦૦ ગ્રામ બટાકા
  18. ૨૦૦ ગ્રામ ચણા
  19. મીઠું સ્વાદાનુસાર
  20. ૨ ચમચીપાણી પૂરી નો મસાલો
  21. ૨ ચમચીલાલ મરચું
  22. પાણી પૂરી નુ પેકેટ
  23. સેવ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પહેલા બટાકા અને ચણાને મીઠું નાખી ને બાફી લેવા, બીજી તરફ ખજૂર અને આંબલી ને થોડી વાર પલાળી ને મીઠું નાખી બાફી લો, બટાકા ની છાલ ઉતારી ને તેને ઠંડા થવા દેવા..

  2. 2

    ફુદીના અને કોથમીર ને ધોઈ ને સાફ કરી તેમાં મીઠું અને લીંબુનો રસ નાખી ને તેમાં લીલાં મરચાં કટ કરેલા નાખી મીક્ષરમાં પેસ્ટ બનાવી લેવી પછી પાણી માં એ પેસ્ટ નાખી તેમાં સંચળ, પાણી પૂરી નો મસાલો નાખી બરાબર હલાવી લો, તૈયાર છે તીખું પાણી...

  3. 3

    બટાકા ઠંડા થઇ ગયા પછી મૈસ કરી તેમાં ચણા, લાલ મરચું, પાણી પૂરી નો મસાલો નાખી બરાબર હલાવી લેવું...

  4. 4

    ખજૂર આમલીની ચટણી માટે ખજૂર અને આંબલી ને ગરમી માં કાઠી હાથ થી મસળી ને એનો પલ્પ કાઠી ને તેમાં લાલ મરચું, ધાણાજીરૂ પાઉડર અને ગોળ નાખી ને મિક્ષ કરીને ચટણી બનાવો...

  5. 5

    હવે બધુ તૈયાર કરી સેવ, ડુંગળી સાથે પાણી પૂરી ની મજા માણવી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Darshan Thakkar
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes