ચીઝ કોર્ન નગેટ્સ (cheese corn nuggets recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#MRC
#cookpadindia
#cookpad_guj
વરસાદ ની મોસમ માં મકાઈ અને ભજીયા, પકોડા અને ગરમ ગરમ ચા એ તો જાણે ફરજીયાત જ છે. આપણી ખાવાની શોખીન જનતા ખાવા માટે કોઈ પણ કારણ શોધી જ લે છે, ખરું ને?.
આજે મેં મકાઈ ના ચિઝી નગેટ્સ બનાવ્યા છે જે વરસાદી સાંજ ને તો મજેદાર બનાવે જ છે સાથે સાથે કોઈ પણ ટી પાર્ટી, કીટી પાર્ટી માટે શ્રેષ્ટ સ્ટાર્ટર નો વિકલ્પ પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપબાફી ને મસળેલું બટેટા
  2. 1/4 કપબાફી ને વાટેલી મકાઈ
  3. 1/4 કપખમણેલું ચીઝ
  4. 1ચમચો ચીલી ફ્લેક્સ
  5. 1ચમચો ઓરેગાનો
  6. 1 ચમચીમરી પાવડર
  7. મીઠું સ્વાદનુસાર
  8. સ્લરી માટે:
  9. 1/4 કપમેંદો
  10. 1/4 કપકોર્નફ્લોર
  11. 1/2 ચમચીમરી પાવડર
  12. મીઠું સ્વાદનુસાર
  13. રગદોડવા માટે:
  14. બ્રેડ ક્રમબ્સ
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    બધા ઘટકો ભેળવી ને કણક જેવું તૈયાર કરો.

  2. 2

    તેલ વાળા હાથ થી એ કણક ને ચોરસ લોગ જેવો આકાર આપો. અને સ્લાઈસ માં કાપી લો.

  3. 3

    હવે સ્લરી ના ઘટકો માં પાણી ઉમેરી ઘટ્ટ અને મુલાયમ સ્લરી તૈયાર કરો. એક સ્લાઈસ લઈ સ્લરી માં ડીપ કરો અને બ્રેડ ક્રમબ્સ માં રગદોડો. ફરી સ્લરી માં ડીપ કરો અને બ્રેડ ક્રમબ્સ માં રગદોડો. આવી રીતે બધી સ્લાઈસ ને ડબલ કોટિંગ કરો અને પછી 15 મિનિટ માટે ફ્રીઝ માં રાખી દો.

  4. 4

    હવે ગરમ તેલ માં, મધ્યમ આંચ પર નગેટ્સ ને બંને બાજુ થી ગુલાબી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  5. 5

    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes