બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
4 persons
  1. 1 લિટરદૂધ
  2. 25-30બદામ
  3. 1/2 કપખાંડ
  4. 2 ટેબલ સ્પૂનવેનીલા ફ્લેવર કસ્ટર્ડ પાઉડર
  5. 10-12કેસર ના તાંતણા
  6. 3 નંગઇલાયચી પાઉડર
  7. ગાર્નીશિંગ માટે બદામ અને પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌ પ્રથમ બદામને પાણીમાં 7 થી 8 કલાક માટે પલાળી દેવી. પછી તેની છાલ ઉતારી મિક્સર ના જાર માં થોડા પાણી સાથે તેની સ્મુધ પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    એક તપેલીમાં દૂધ ને ગરમ થવા મુકવું. એક વાટકી માં કસ્ટર્ડ પાઉડર લઈ તેમાં દૂધ ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    થોડું દૂધ ગરમ થાય એટલે એક વાટકી માં કેસરના તાંતણા લઈ તેમાં ગરમ દૂધ નાખી મિક્સ કરી લેવું. અને એલચીનો પાઉડર કરી લેવો.

  4. 4

    દૂધ ગરમ થઇ જાય એટલે તેમાં ખાંડ અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી લેવું. પછી તેમાં કસ્ટર પાઉડર વાળું દૂધ ઉમેરી બરોબર મિક્સ કરવું અને સતત તેને હલાવતા રહેવું.

  5. 5

    પછી તેમાં કેસરવાળું દૂધ અને બદામની પેસ્ટ ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. દૂધ થોડું ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો. દૂધ રૂમ ટેમ્પરેચર પર આવે પછી તેને ફ્રિજમાં બે થી ત્રણ કલાક માટે ઠંડુ થવા મુકવું.

  6. 6

    બદામ શેક એકદમ ચિલ્ડ થઈ જાય એટલે સર્વિંગ ગ્લાસમાં લઈ તેમાં બદામ અને પીસ્તા ની કતરણ નાખી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes