રોટી વેજ ક્રિસ્પી સમોસા (Roti Veg Crispy Samosa Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#LO આજે અહીં મેં રોટલી ના સમોસા બનાવીયા છે 7- 8 રોટલી વધુ બની હતી તો તેનો ઉપયોગ આ રીતે કરવાથી રોટલી અને શાક ને બદલે અલગ વેરાયટી બની જશે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે

રોટી વેજ ક્રિસ્પી સમોસા (Roti Veg Crispy Samosa Recipe In Gujarati)

#LO આજે અહીં મેં રોટલી ના સમોસા બનાવીયા છે 7- 8 રોટલી વધુ બની હતી તો તેનો ઉપયોગ આ રીતે કરવાથી રોટલી અને શાક ને બદલે અલગ વેરાયટી બની જશે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 7,8 નંગરોટલી
  2. 3 નંગગાજર
  3. 2 નંગબટાકા
  4. 1/4જેટલી કૉબીજ
  5. 1નાનું કેપ્સિકમ
  6. 3 નંગડુંગળી
  7. 7,8કળી લસણ
  8. 3 ચમચીસેઝવાન ચટણી
  9. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  10. 2 ચમચીમરચું પાઉડર
  11. 2 ચમચીધાણાજીરું પાઉડર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1/2હળદર
  14. 2ચમચા તેલ
  15. ચપટીહીંગ
  16. ચપટીજીરું
  17. 2 ચમચા મેંદા નો લોટ
  18. 1મેંદા ની સેવ નું પેકેટ જરુર મુજબ
  19. તળવા માટે તેલ
  20. પીરસવા માટે ખજૂર ની ચટણી ખાટી મીઠી
  21. લસણ ની તીખી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા શાક ને સમારી લઈએ,ગાજર અને બટાકા ને ખમણી લેવું લસણ અને ડુંગળી સમારી લેવા એક લોયા તેલ મૂકી ઉપર ના બધા મસાલા નાખી ધીમા ગેસ પર એમ જ ચડવા દેવું થોડું ચડી જાય એટલે સેઝવાન ચટણી નાખી 2 મિનિટ ગેસ પર રહેવા દો

  2. 2

    હવે આ મસાલો ઠરી જાય એટલે તેને બનાવેલી થનડી રોટલી માં ભરી સમોસા નો સેઈપ આપી રાખી દો

  3. 3

    એક લોયા માં મેંદા ના લોટ માં પાણી નાખી સ્લરી બનાવી તેમાં બનાવેલ સમોસા ડીપ કરી મેંદાની સેવ માં રગદોળી તળી લેવા ગોલ્ડન બ્રાવુંન કલર ના તળી લેવા બહુ સરસ લાગે છે તેનો સ્વાદ તેને આંબલી ની ચટણી અને લસણ ની તીખી ચટણી સાથે પીરસો

  4. 4

    બજાર ના સમોસા કરતા સ્વાદિષ્ટ અને આપણી રોટલી નો પણ સરસ. ઉપયોગ કરી આ રેસિપી બનાવી શકાય છે તમે પણ જરૂર થી બનાવશો થેંક્યું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

Similar Recipes