ઘટકો

30 મિનિટ
  1. ગ્રીન પેસ્ટ માટે:-
  2. 200 ગ્રામપાલક
  3. 1 કપકોથમીર
  4. 5-6 નંગલીલા મરચાં
  5. 1ઈંચ નો ટુકડો આદુ
  6. ભાજી માટે:-
  7. 2 નંગબટાકા
  8. 150 ગ્રામફલાવર
  9. 250 ગ્રામલીલા વટાણા
  10. 2 નંગકાદાં ઝીણા સમારેલા
  11. 2 નંગટામેટાં ઝીણા સમારેલા
  12. 5 નંગલીલા કાંદા નો લીલો ભાગ ઝીણો સમારેલો
  13. 1 કપલીલું લસણ ઝીણું સમારેલું
  14. 1 ટી સ્પૂનલસણની પેસ્ટ
  15. 1 નંગકેપ્સીકમ ઝીણું સમારેલું
  16. 1 ટેબલ સ્પૂનધાણાજીરા નો પાઉડર
  17. 1 ટેબલ સ્પૂનપાવંભાજી મસાલો
  18. 1/2 ટી સ્પૂનહળદર
  19. 1 નંગલીંબુ નો રસ
  20. 1/2 કપબટર
  21. 2ચમચા તેલ
  22. મીઠું સ્વાદ મુજબ
  23. 1/4 કપસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલકને ધોઈને બ્લાન્ચ કરી લેવી. અને પછી મિક્સર જારમાં પાલક કોથમીર લીલા મરચા અને આદુની ગ્રીન પેસ્ટ કરી લેવી.

  2. 2

    કુકરમા બટાકા ફ્લાવર અને વટાણાને બાફી લેવા. પછી તેને મેસર થી મેસ કરી લેવા.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરી તેમાં લસણની પેસ્ટ સાંતળવી પછી. તેમાં ઝીણા સમારેલા કાંદા સાંતળવા. કાંદા બ્રાઉન કલરના થાય પછી તેમાં ટામેટા અને મીઠું નાખીને ટામેટાને સાંતળવા. ટામેટા સોફ્ટ થાય એટલે તેમાં કેપ્સિકમ નાખી સાંતળવા.

  4. 4

    બીજી એક પેનમાં તેલ અને બટર ગરમ કરી તેમાં લીલું લસણ, લીલા કાંદા અને લીલી પેસ્ટ નાખીને સાંતળી લેવું.

  5. 5

    કેપ્સીકમ ચડી જાય એટલે તેમાં હળદર અને બાફેલા શાકભાજી ઉમેરી મિક્ષ કરી લેવું.

  6. 6

    લીલી પેસ્ટમાં ધાણાજીરૂ આની પાવભાજીનો મસાલો ઉમેરી મિક્ષ કરી લેવું આ પેસ્ટ બાફેલા શાકભાજી માં ઉમેરી મિક્સ કરી લેવી.

  7. 7

    હવે તેમાં જરૂર પ્રમાણે ગરમ પાણી, મીઠું અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરીને ભાજીની ઉકાળવી.

  8. 8

    ભાજી થઈ જાય એટલે તેમાં બટર અને કોથમીર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી લેવો.

  9. 9

    ગરમાગરમ ભાજી ને બટર માં શેકેલા પાવ, કાંદા- ટામેટાં નું સલાડ,પાપડ અને છાશ સાથે સર્વ કર્યું છે.

  10. 10
  11. 11

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes