ચાપડી શાક (Chapdi Shak Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

ચાપડી શાક રાજકોટ નું ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.. છેલ્લા થોડા સમય માં એટલું પ્રખ્યાત બની ગયું છે કે લગભગ દરેક ઘર માં બનતી વાનગી છે.. આમ તો ચાપડી શાક અમુક community માં માતાજી ના હવન/વાસ્તુ પ્રસંગ માં બનતી થોડો સમય જતા ભૂમિ પૂજન હોઈ ત્યારે અચૂક બનતી એવી આ વાનગી હવે દરેક ઘર માં બનવા લાગી છે.. બધા ની રીત તથા શાક ની પસંદગી જુદી જુદી હોઈ છે.. આજે હું મારી રેસિપી પ્રમાણે બનતું ચાપડી શાક શેર કરું છું
#CB10

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

50-60મિનિટ
4 વ્યક્તી
  1. ચાપડી
  2. 4 કપભાખરી નો લોટ
  3. 1/2 કપતેલ
  4. 1/2 કપપાણી
  5. 1 ટીસ્પૂનતલ
  6. 1 ટીસ્પૂનઅજમો
  7. 1/2 ટીસ્પૂનહિંગ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. શાક
  10. 2મોટા બટાકા
  11. 2-3મીડિયમ રીંગણાં
  12. 1 કપકોબીજ જીણું સમારેલું
  13. 1 નંગ ગાજર
  14. 1/2 કપલીલા વટાણા
  15. 12-15કળી લસણ
  16. 3 નંગ ડુંગળી
  17. 2 નંગટામેટા
  18. 5-6 ટેબલ સ્પૂન તેલ
  19. રૂટિન મસાલા

રાંધવાની સૂચનાઓ

50-60મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચાપડી માટે ભાખરી નો લોટ લેવો તેમાં બધી વસ્તુ ઉમેરી પાણી નાખી લોટ બાંધવો

  2. 2

    ત્યારબાદ લોટ નો લુવો લઇ ચાપડી ને ગોળાકાર કરી ગરમ તેલ માં ધીમા તાપે તળી લેવી

  3. 3

    શાક માટે એક કૂકર માં તેલ લઇ તેલ ગરમ થાઈ એટલે ડુંગળી લસણ ઉમેરી સાતળી લેવું

  4. 4

    ત્યારબાદ ટામેટા ની ગ્રેવી ઉમેરી બધા મસાલા ઉમેરી બધા શાક જીણા ચોપ કરેલા તેમજ વટાણા ઉમેરવા તેમજ 3-4 કપ પાણી ઉમેરવુ આ શાક રસા વાળું તૈયાર કરવું

  5. 5

    મીઠું ઉમેરી બધું મિક્ષ કરી કૂકર માં 3 સીટી વગાડવી.. તૈયાર શાક માં કોથમીર ઉમેરવી

  6. 6

    સર્વ કરવા માટે ચાપડી ને ભુક્કો કરી શાક ઉમેરવું તેની પર જીણી સમારેલી ડુંગળી અને લીંબુ નાખી ગરમા ગરમ સર્વ કરવું

  7. 7

    શાક માં પસંદગી મુજબ ફ્લાવર, વાલોળ, ગુવાર, ટીંડોરા વગેરે ઉમેરી શકાય

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (9)

દ્વારા લખાયેલ

Ishita Rindani Mankad
પર

Similar Recipes