દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#ST
#Cookpadgujarati
#Dahivada
કર્ણાટક ની વિશેષ વાનગી chhe દહીંવડા જે હવે વર્લ્ડ ફેમસ બની ગઈ છે અને આપડા ગુજરાતીઓ ને તો બસ બહાનું જોયે કઈંક નવું બનાવાનું. એટલે ગરમી એ પોતાનો રંગ જમવાની શરૂઆત કરી દીધી છે તો એને ઠામવા મેં પણ બનાયા દહીંવડા જે ખુબ લિજ્જતદાર બન્યા છે. cookpad ના માધ્યમ થી આવી નીત નવી વાનગીઓ બનવાનો અને એને આરોગવાનો અનેરો મોકો મળે છે.

દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)

#ST
#Cookpadgujarati
#Dahivada
કર્ણાટક ની વિશેષ વાનગી chhe દહીંવડા જે હવે વર્લ્ડ ફેમસ બની ગઈ છે અને આપડા ગુજરાતીઓ ને તો બસ બહાનું જોયે કઈંક નવું બનાવાનું. એટલે ગરમી એ પોતાનો રંગ જમવાની શરૂઆત કરી દીધી છે તો એને ઠામવા મેં પણ બનાયા દહીંવડા જે ખુબ લિજ્જતદાર બન્યા છે. cookpad ના માધ્યમ થી આવી નીત નવી વાનગીઓ બનવાનો અને એને આરોગવાનો અનેરો મોકો મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ અડદ ની દાળ
  2. ૫૦૦ ગ્રામ મોડું દહીં
  3. ૪ ચમચીઆદુ મરચા રાઈ ની પેસ્ટ
  4. ૪ ચમચીખાંડ (મીઠાશ મુજબ)
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1/2 ચમચી હિંગ
  7. તળવા માટે તેલ
  8. દહીંવડા ઉપર છાંટવા માટે ની સામગ્રી
  9. શેકેલા જીરું પાઉડર
  10. મરચું પાઉડર
  11. દળેલી ખાંડ
  12. ચાટ મસાલો
  13. ફુદીના પાઉડર
  14. મરી પાઉડર
  15. આંબલી ખજૂર ની ચટણી
  16. લીલી ચટણી
  17. મીઠું
  18. જીણી સેવ
  19. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ ને ૮ ૧૦ કલાક પહેલા પલાળી લો. પછી એનું પાણી કાઢી મિક્સર માં વાટી લો. મિશ્રણ બવ ઘટ પણ નહિ અને સાવ પાતળું પણ નહિ એવી રીતે વાટવું. પછી એને પણ ૨ કલાક ઢાંકીને મૂકી દેવું.આદુ મરચા અને રાઈ ને વાટી લો.

  2. 2

    હવે એ મિશ્રણ માં મીઠું અને હિંગ નાખી હાથ વડે ખુબ ફેટી લેવું અને જો આદુ મરચા ની પેસ્ટ અથવા મરી પાઉડર અંદર વડા માં ભાવતો હોય તો નાખી ને ગરમ તેલ માં વડા ઉતારવા. વડા ઉતારતી વખતે પાણી માં હાથ બોળી ને ઉતારવા જેથી એ એકબીજા ને ચોંટશે નહિ. ગોલ્ડન બ્રોવન રંગ ના તળવા.
    વડા ઠંડા થાય એટલે એને હુંફાળા પાણી માં આ ઉતરેલા વડા ને પલાળી રાખવા.
    લગભગ ૨૦ મિનિટ સુધી એ પાણી માં બોળેલા રાખવા પછી એ પાણી ને બદલી બીજા પાણી માં એ વડા ને ટ્રાન્સફર કરી દેવા જેથી વડા તેલ વાળા ન રહે અને ચીપકે નહિ.

  3. 3

    એ સમય વચ્ચે જમાવેલા દહીં માં સ્વાદ મુજબ ખાંડ, મીઠું અને આદુ મરચા રાઈ ની પેસ્ટ ઉમેરી એને હેન્ડ બિટર વડે ફેટી લેવું જેથી દહીં એકરસ થઇ જાય થોડું દહીં પહેલા સાઈડ માં મૂકી દેવું જેથી ઉપર થી નાખવું હોય તો કામ લાગે. હવે આ દહીં ને ફ્રિજ માં ઠંડુ થવા મૂકી દેવું.

  4. 4

    હવે પહેલા પલાળેલા વડા ને થોડા હથેળી માં દબાવી વધારાનું પાણી કાઢી ને એક બાવલ માં ભરી ડો ને ઉપર ઠંડુ દહીં રેડો.
    એ દહીંવડા ઉપર ભભરાવાનો બધો મસાલો પોતાના સ્વાદ મુજબ છાંટી ને આનંદ માણો ઠંડા ઠંડા દહીંવડા નો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes