રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામતુરીયા
  2. 1ટામેટું
  3. 4કળી લસણ
  4. 3 ચમચીતેલ
  5. 1/4 ચમચીરાઈ
  6. 1 ચપટીહિંગ
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. 1/2 ચમચીહળદર
  9. 1/2 ચમચીધાણાજીરું
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ તુરીયા ને ધોઈ ને છાલ ઉતારી લો.તુરીયા ને ચડતાં વાર નથી લાગતી એટલી વાર છોલવામાં લાગે છે. તેને સમારી લેવા.

  2. 2

    કડાઈ માં તેલ ગરમ કરી રાઈ અને હિંગ તતડે એટલે ટામેટું ઉમેરી સાંતળવું.પછી તુરીયા ઉમેરી દો.બધો મસાલો અને વાટેલું લસણ ઉમેરી દેવા.

  3. 3

    શાક ને મિક્સ કરી ઢાંકી ને ધીમી આંચ પર ચડવા દો.લગભગ 5 મિનિટ માં જ ચડી જાય છે. સર્વ કરવા માટે તૈયાર છે તુરીયા નું શાક.રોટલી કે રોટલા સાથે મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes