ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

અમારા ઘરમાં બધાને ભાવનગરી ગાંઠિયા સાથે સેવ મિક્સ કરીને દાળ ભાત અને સંભારા સાથે બહુ જ ભાવે. અને સવાર ના નાસ્તા માં મસાલા ચા સાથે પણ સરસ લાગે.
તો મેં આજે ભાવનગરી ગાંઠિયા બનાવ્યા.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
serving
  1. બાઉલ બેસન‌ (ચણા નો લોટ)
  2. ૨ ચમચીમીઠું
  3. ૧ ચમચીખારો‌ (પાપડ ખાર)
  4. ૧ કપતેલ
  5. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  6. ૧ ટી સ્પૂનઅજમો
  7. ૧ ટી સ્પૂનહિંગ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ લોટ ને એક બાઉલમાં ચાળી લેવો.અજમો, હીંગ અને મરી પાઉડર લોટ મા મિક્સ કરી લેવા.

  2. 2

    એક કપ તેલ મીઠું ખારો અને 1/2 કપ પાણી બધું મિક્સ કરીને બ્લેન્ડર થી ૩/૪ મીનીટ સુધી સરસ રીતે બ્લેન્ડ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં લોટ નાખતું જવું અને હાથેથી મિક્સ કરતું જવું. એવી રીતે બધો જ લોટ નાખી દેવો અને લોટ બાંધી લેવો.લોટ બધી બાજુ થી ભેગો કરી ઉપર પાણી લગાડી દેવું.

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગાંઠિયા નો જારો મૂકી થોડો લોટ લઈ ને હથેળી થી ઘસીને ગાંઠિયા પાડી લેવા.

  5. 5

    થોડીવાર પછી સાઈડ ચેન્જ કરવી બન્ને બાજુ સરસ crispy થાય એ રીતે તળી લેવા.એવી રીતે બધા ગાંઠિયા બનાવી લેવા.

  6. 6

    તો તૈયાર છે
    ગરમા ગરમ
    ભાવનગરી ગાંઠિયા
    મેં ગાંઠિયા ને ગરમ ગરમ મસાલા ચાય સાથે સર્વ કર્યા છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (4)

Sangita Vyas
Sangita Vyas @Sangit
મેં બનાવી ને મૂકી રાખ્યા છે..😃

દ્વારા લખાયેલ

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes