ક્રિસ્પી પાત્રા (Crispy Patra Recipe In Gujarati)

Kinneri Gundani
Kinneri Gundani @Kinneri_17

ક્રિસ્પી પાત્રા (Crispy Patra Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 12-15 નંગઅળવીના પાન
  2. 2 કપબેસન
  3. 1 ટીસ્પૂનઅજમા
  4. 1 ટીસ્પૂનતલ
  5. 1/2 ટીસ્પૂનહિંગ
  6. 1 ટીસ્પૂનઆદુની પેસ્ટ
  7. 1 ટીસ્પૂનલીલા મરચાની પેસ્ટ
  8. 1/2 ટીસ્પૂનહળદર
  9. 2 ટીસ્પૂનલાલ મરચું
  10. 1 ટીસ્પૂનગરમ મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 3 ટેબલસ્પૂનગોળ
  13. 2 ટેબલસ્પૂનઆંબલી નો પલ્પ
  14. 1 ટેબલસ્પૂનગરમ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં બેસન, તલ, હિંગ, આદુ, મરચા, લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું, ગોળ અને આમલીનો પલ્પ ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.

  2. 2

    હવે તેમાં પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું બનાવી લેવું. ખીરું વધારે પાતળું ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે તેમાં ગરમ તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી દેવું. પાત્રા ના પાનને ધોઈને કોરા કરી તેની નસો કાઢી લેવી. હવે એક પાન લઈ તેના પર તૈયાર કરેલું મિશ્રણ ચોપડવું. હવે બીજું પાન પહેલા પાન થી ઊંધી દિશામાં મૂકીને એના પર પણ ખીરું ચોપડવું. આ રીતે ત્રીજું અને ચોથું પાન પણ મૂકીને ખીરું ચોપડવું.

  3. 3

    હવે બંને બાજુ થોડી વાળી લઈને ઉપરનો ભાગ પણ થોડો વાળી લેવો અને તેના પર પણ થોડું ખીરું ચોપડી દેવું અને તેનો ટાઈટ રોલ વાળી લેવો. આ રીતે કુલ ત્રણ રોલ તૈયાર કરવા.

  4. 4

    તૈયાર કરેલ રોલ ને બાફી લેવા રોલને લગભગ એક સેન્ટિમીટર જાડાઈ ના ટુકડામાં કાપી લેવા.

  5. 5

    કડાઈમાં મીડીયમ તાપ પર તેલ ગરમ કરવા માટે મૂકવું. હવે પાંચ થી છ ટુકડા તેલમાં મૂકીને બે મિનિટ માટે રહેવા દેવા. હવે પાત્રા ને પલટાવીને ગેસ મધ્યમ થી ધીમો કરીને બંને બાજુથી બ્રાઉન રંગના તળી લેવા. ગેસ ધીમો થી મધ્યમ રાખવો જરૂરી છે નહીંતર પાત્રા ક્રિસ્પી બનશે નહીં.

  6. 6

    આ રીતે બધા પાત્રા તળીને તૈયાર કરી લેવા. ઉપર મસાલો ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinneri Gundani
Kinneri Gundani @Kinneri_17
પર

ટિપ્પણીઓ

Similar Recipes