ફરાળી ચાટ પુરી

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો...

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧ વાટકી રાજગરાનો લોટ
  2. ૧/૨ વાટકી મોરૈયા નો લોટ
  3. ૧ ચમચી જીરૂ
  4. ૧ ચમચી તેલ
  5. ૧/૨ ચમચી સીંધવ મીઠુ
  6. ૨-૩ બાફેલા બટાકા
  7. ૧ નંગ ટામેટું
  8. ફરાળી ચેવડો
  9. આમચૂર પાવડર
  10. ખજૂર આમલીની ચટણી
  11. લીલી ચટણી
  12. તેલ
  13. ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં રાજગરાનો લોટ અને મોરૈયા નો લોટ લઈ લો.ત્યારબાદ તેમાં જીરૂં, સીંધવ મીઠું અને તેલ નાખીને લોટ બાંધી લો.

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરો.ત્યારબાદ બાંધેલા લોટમાંથી એક લુવો લઈને પાટલા પર એક કોથળી ની બંને બાજુ તેલ લગાવી રોટલી જેવું વણી લો. ત્યારબાદ એક ઢાકણ ની મદદથી ગોળ કાપી લો.હવે આ પુરી માં કાણાં પાડી લેવા.

  3. 3

    હવે તેલ માં નાખી તળી લેવી. ત્યારબાદ એક પ્લેટમાં આ પુરી રાખી તેના પર બટાકા ના ટુકડા, ટામેટા ના ટુકડા નાખો.

  4. 4

    હવે તેના પર ફરાળી ચેવડો,મીઠી ચટણી,લીલી ચટણી, સીંધવ મીઠું અને આમચુર પાવડર નાખો.દહી નાખવું હોય તો નાખી શકાય ફરજિયાત નથી.હવે ધાણા ભાજી નાખી ગાર્નિશ કરો..તો તૈયાર છે ઝટપટ બની જાય તેવી ફરાળી ચાટ પુરી.....

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes