ચોકો ડીપ કૂકીઝ (Choco Deep Cookies Recipe In Gujarati)

#goldenapron3
Week 15
રાંધવાની સૂચનાઓ
- 1
અહીંયા ને કંઈક અલગ જ રીતે ચોકો ડીપ કૂકીઝ પ્રસ્તુત કરી છે. સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. સૌપ્રથમ કૂકીઝ નો લોટ બાંધવા માટે ઘી,બટર ઈનો અને ખાંડ નો પાવડર નાખી એકદમ ફેંટી લેવું. આ બધું ભેગું કરીને એકદમ ફેંત્સો એટલે તે એકદમ સ્મૂધ બની જશે.
- 2
ત્યારબાદ તેમાં મેંદાનો લોટ અને ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર નાખી અને કુકીઝ નો લોટ તૈયાર કરો. ત્યારબાદ ઢોકલિયું લઈ તેમાં નીચે રેતી પાથરી તેની પર કાથો રાખવો. અને તેને પ્રી હિટ કરી લેવું.
- 3
ત્યારબાદ જે લોટ તૈયાર કર્યો છે તેમાંથી ગોળ ગોળ કૂકીઝનો શેપ આપી ગોળ લૂઆ વાળી લો. ત્યારબાદ એક પ્લેટમાં ગોઠવી તેને ઢોકળીયામાં બેક કરવા મુકો. ૩૦ મિનિટ પછી ચપ્પુથી ચેક કરી લેવું કૂકીઝ તૈયાર થઈ છે કે નહીં. જો ચપ્પુ માં કૂકીઝ ચોંટે નહિ તો કૂકીઝ તૈયાર છે તેમ સમજો.ત્યારબાદ કૂકીઝ બેક થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો. ફોટામાં દેખાય છે તેવી જ કૂકીઝ તૈયાર થઈ જશે.
- 4
ત્યારબાદ ડાર્ક અને મિલ્ક કમ્પાઉન્ડ લઈ તેને ડબલ બોઇલિંગ થી મેલ્ટ કરી લો.
- 5
ત્યારબાદ ફોટામાં દેખાય છે તેવી જ રીતના કૂકીઝ ને ડીપ કરી એક પ્લેટ માં પ્લાસ્ટિક નું બેગ વીંટીને તેના પર ડીપ કરેલી કૂકીઝ તૈયાર કરો.
- 6
ત્યારબાદ તેને ફ્રીઝમાં સેટ થવા મૂકો. ફ્રીજ માં સેટ થઇ જાય પછી તેને સર્વિંગ પ્લેટમાં લઇ કૂકીઝ સર્વ કરો.
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (2)