ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati)

Kumud Thaker
Kumud Thaker @cook_19868789

ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. 4 ચમચીબટર
  3. 2 ચમચીલસણની પેસ્ટ
  4. ૩ ચમચીતેલ મોણ માટે
  5. 2 ચમચીરવો
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 ચમચીચીલી ફ્લેક્સ
  8. અડધી ચમચી બેકિંગ પાવડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ અને બે ચમચી રવો મિક્સ કરી તેમાં સ્વાદાનુસાર મીઠું અને અડધી ચમચી બેકિંગ પાવડર ઉમેરી મિક્સ કરો ત્યારબાદ તેમાં ચાર ચમચી તેલ નાખી વ્યવસ્થિત મિક્સ કરો હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને નરમ કણક બાંધી લો

  2. 2

    લોટને હાથેથી વ્યવસ્થિત ટૂંપી લો ત્યારબાદ તેને એક ભીના કપડા વડે કવર કરી લો લોટને ૧૦ મિનિટ સાઈડ પર રાખી દો. હવે લસણને ધોકા વડે ટુંપી લઇએ.

  3. 3

    હવે એક બાઉલમાં ચાર ચમચી બટર લઈ તેમાં બે ચમચી ગાર્લિક પેસ્ટ અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને કોથમીર નાખી વ્યવસ્થિત મિક્સ કરી લો

  4. 4

    હવે લોટને વ્યવસ્થિત હાથ વડે કુણપી લો. હવે તેમાંથી એક લૂઓ લઈ રોટલી જેટલો પતલી વણી લો ત્યારબાદ તેના પર અડધી ચમચી તૈયાર કરેલ ગાર્લિક બટર ને રોટલી પર લગાડી દો ત્યારબાદ ચપ્પુ વડે તેના પર લાંબા કાપા પાડી તેને વ્યવસ્થિત ભેગા કરી એક લુવો તૈયાર કરો હવે તેના પર થોડો લોટ નાખી તેનું પરોઠું વણો

  5. 5

    હવે એક પેન લગાડી તેના પર પરોઠા આમાં મૂકો બંને બાજુ ગુલાબી થાય તે રીતે શેકો આમ બધા પરાઠા તૈયાર કરો તેને દઇ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો પણ આ પરોઠું એકલું ખાવાની વધારે મજા આવશે તૈયાર છે આપણા લચ્છા પરોઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kumud Thaker
Kumud Thaker @cook_19868789
પર

ટિપ્પણીઓ

Similar Recipes