આલૂ સબ્જી -પરાઠા(potato sabji - Paratha recipe in gujaratI)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ
  1. 5-6મિડિયમ સાઇઝ ના બટાકા
  2. 1 કપપાણી
  3. 1/2 વાટકીવટાણા
  4. 2નાના ટામેટાં
  5. 1લીલું મરચું
  6. 1 ચમચીલસણ આદું કચડેલું
  7. 2 ચમચીલીલાં ધાણા
  8. 1ડાળખી મીઠો લીમડો
  9. 1 ચમચીજીરૂં
  10. 1 ચમચીહળદર
  11. 1 ચમચીમરચું
  12. 2 ચમચીધાણજીરૂ પાઉડર
  13. 1 ચમચીગરમ મસાલો
  14. મીઠું સ્વાદાનુસાર
  15. 1 ચમચીતેલ
  16. 1 ચમચીબટર
  17. પરાઠા માટે
  18. 3 કપઘઉં નો લોટ
  19. 1 ચમચીઅજમો
  20. 1 ચમચીતેલ મોણ માટે
  21. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    બટાકા ને ધોઈને છાલ ઉતારી મોટા પીસ માં કટ કરી લો. ટામેટાં અને લીલું મરચું સમારી લો.

  2. 2

    હવે કૂકર મા તેલ અને બટર બંને લઈ ગરમ થાય એટલે એમાં જીરૂ એડ કરી લો. જીરૂ તતડે એટલે એમાં લસણ આદું પેસ્ટ,લીલું મરચું અને કરી પત્તાં ઉમેરો.

  3. 3

    હવે બધું મિક્સ કરી તેમાં ટામેટાં અને વટાણા ઉમેરી લો. સાથે બધા સૂકાં મસાલા ઉમેરી બધું મિક્સ કરી લો.

  4. 4

    હવે એમાં બટાકા ઉમેરી બધું ફેરવી લો અને થોડાં લીલાં ધાણા એડ કરી લો.

  5. 5

    હવે કૂકર ની 2 સિટી આવે ત્યાં સુધી થવા દો. છેલ્લે ધાણા ઉમેરી ગાર્નિશ કરો તૈયાર છે આલુ સબ્જી.પરાઠા માટે નોર્મલ ઘઉં નો લોટ માં અજમો,મીઠું તેલ ઉમેરી લોટ બાધી લો.

  6. 6

    એક લૂવો લઈ લો તેને ગોળ મોટી સાઈઝ માં વણી લો હવે ચપ્પુ વડે કટ કરી સમોસા આકાર માં વાળી લો.

  7. 7
  8. 8

    હવે તવા પર બંને બાજુ ગોલ્ડન ચિત્તી આવે ત્યાંસુધી શેકી લો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes