મગની દાળ ના મૈસુરી ઢોસા(mag dal na dosa recipe in Gujarati)

heena unadkat
heena unadkat @cook_21174514
Junagadh

#goldenapron3. Week 21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમગ ની દાળ
  2. અડધો કપ અડદ ની દાળ
  3. 1 ગ્લાસછાશ
  4. 2 નંગટામેટાં
  5. 1 નંગડુંગળી
  6. 5 ચમચીતેલ
  7. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  8. 1ગલાસ પાણી
  9. 2 નંગબાફેલા બટેટા
  10. 2 ચમચીકિચન કિંગ મસાલો
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1/2ચમચી ખાંડ
  13. સ્વાદનુસર મીઠું
  14. ધાણાભાજી
  15. ઢોસા ઉતારવા નોન સ્ટીક લોઢી
  16. થોડું બટર
  17. થોડું ચીઝ
  18. 1ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને પલાળી લો. 3 કલાક સુધી પલાળો. ત્યારબાદ તેને છાશ અથવા દહીં સાથે ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં 4 કલાક આથો આવવા દો.

  2. 2

    ત્યારબાદ મૈસુરી ગ્રેવી ત્યાર કરવા માટે તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં હિંગ નાખો. ત્યારબાદ તેમાં ટામેટાં,ડુંગળી, અને આદુ લસણ ની પેસ્ટ અને ખાંડ નાખો. થોડીવાર પાકવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં બટેટા એડ કરો. ત્યારબાદ તેમાં કિચન કિંગ મસાલો, મરચું પાઉડર, મીઠું,એડ કરો. ત્યારબાદ તેને થોડી વાર પાકવા દો. ત્યારબાદ તેને એમાજ ગ્રેવી કરી લો.

  4. 4

    ત્યારબાદ તેમાં ધાણાભાજી નાખો. ત્યારબાદ ઢોસા બનાવવા લોઢી ગરમ કરવા મુકો. ગરમ થય જાય પછી તેલ અને પાણી નો છટકાવ કરી લૂછી લો. ત્યારબાદ તેના પર ડુંગળી ઘસો. ત્યારબાદ તેના પર ઢોસા નું ખીરું લગાવો. થોડીવાર પાકી જાય પછી તેમાં બટર લગાવો.

  5. 5

    ત્યારબાદ તેમાં ગ્રેવી લગાવો. ત્યારબાદ તેમાં ચીઝ અને ધાણાભાજી એડ કરો. થોડી વાર પાકવા દો. ત્યારબાદ તેને બેય સાઈડ થી વાળી લો.

  6. 6

    ત્યારબાદ તેને સાંભર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena unadkat
heena unadkat @cook_21174514
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes