લો સુગર તિરામીસુ(Low sugar tiramisu recipe in gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

#GA4 #week5
તિરામીસુ એ ગ્લાસ, બાઉલ કે શોર્ટ ગ્લાસમાં કોફીમાં ભીંજવેલ કેક કે સવોઈરાડો (લેડી ફિંગર બિસ્કીટ એટલે સ્પોંઝ બિસ્કીટ) કે બિસ્કીટ કે ટોસ્ટના બેઝ પર માસ્કરપોન, ચીઝ ક્રીમના લેયરથી બનતી ઈટાલીયન મિઠાઈ છે... આજે લાવી છું ક્લાસિક તિરામીસુનું ઈંડિયન ફેસ્ટિવ વર્ઝન... કોફી અને ક્રીમી કસ્ટર્ડ તેમજ ડેટ ના કોમ્બીનેશન સાથે.... ડાયાબિટીક લોકો પણ ખાઈ શકે તેવું લો સુગર તિરામીસુ

લો સુગર તિરામીસુ(Low sugar tiramisu recipe in gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #week5
તિરામીસુ એ ગ્લાસ, બાઉલ કે શોર્ટ ગ્લાસમાં કોફીમાં ભીંજવેલ કેક કે સવોઈરાડો (લેડી ફિંગર બિસ્કીટ એટલે સ્પોંઝ બિસ્કીટ) કે બિસ્કીટ કે ટોસ્ટના બેઝ પર માસ્કરપોન, ચીઝ ક્રીમના લેયરથી બનતી ઈટાલીયન મિઠાઈ છે... આજે લાવી છું ક્લાસિક તિરામીસુનું ઈંડિયન ફેસ્ટિવ વર્ઝન... કોફી અને ક્રીમી કસ્ટર્ડ તેમજ ડેટ ના કોમ્બીનેશન સાથે.... ડાયાબિટીક લોકો પણ ખાઈ શકે તેવું લો સુગર તિરામીસુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. કોફી સિરપ માટે
  2. 1/2 કપપાણી
  3. 1.5ટીસ્પુન કોફી
  4. 1ટીસ્પુન સાકર (ઓપશનલ)
  5. કસ્ટર્ડ માટે
  6. 1.5 કપ(275 - 300 મિલી) દૂધ
  7. 2ટેબલસ્પુન સાકર પાવડર
  8. 1.5ટેબલસ્પુન કસ્ટર્ડ પાવડર (વેનિલા ફલેવર)
  9. ડેટ કેરેમલ પેસ્ટ માટે
  10. 6-7બી કાઢેલ નરમ કાળી ખજૂર
  11. 1/2 કપપાણી
  12. 1ટીસ્પુન અમુલ બટર
  13. 1ટેબલસ્પુન ક્રીમ (મેં ઉમેરી નથી)
  14. તિરામીસુ માટે
  15. 1નાનું પેકેટ મારી ગોલ્ડ બિસ્કીટ (તમે ટોસ્ટ કે રસ્ક પણ વાપરી શકો)
  16. કોફી સિરપ
  17. કસ્ટર્ડ
  18. ડેટ કેરેમલ પેસ્ટ
  19. સુકો મેવો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1/4 કપમાં કસ્ટર્ડ પાવડરને ઘોળો.

  2. 2

    પેનમાં બાકીનું દૂધ લઈ ગરમ કરો અને એક ઊભરો આવવા દો.

  3. 3

    ઊભરો આવતા કસ્ટર્ડનું મિશ્રણ ઉમેરી હલાવો અને સ્મુથ પેસ્ટ બનાવો

  4. 4

    ઘટ્ટ થાય કે સાકર પાવડર ઉમેરી, મિક્સ કરી, ગેસ બંધ કરી થોડી વાર હલાવો. (સ્મુથ પેસ્ટ ન હોય તો હેંડ બ્લેંડર ફેરવી શકાય.) મેં ક્રીમ જેટલું ઘટ્ટ બનાવ્યું છે.

  5. 5

    પાઈપીંગ બેગમાં ભરી ફ્રિજમાં 30 મિનિટ ઠંડુ થવા દો.

  6. 6

    બીજા પેનમાં ખજૂર અને પાણી લઈ ગેસ પર ગરમ કરો. ખજૂરને મસળો.

  7. 7

    ખજૂરને મસળી મસળીને ઘટ્ટ પેસ્ટ જેવું બનાવો.

  8. 8

    ગળણીથી પેસ્ટને ગાળી લો જેથી રેસાં અને ખજૂરની છાલ નીકળી જશે.

  9. 9

    હવે ગાળેલી પેસ્ટને ફરી પેનમાં લઈ બટર ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવો. (જો ક્રીમ નાખવું હોય તો અત્યારે જ ઉમેરવું)

  10. 10

    ડેટ પેસ્ટને પણ ઠંડુ કરી સ્ટાર નોઝલ ગોઠવેલી પાઈપીંગ બેગમાં ભરો.

  11. 11

    કોફી સિરપ બનાવવા માટે પાણીમાં કોફી અને સાકર નાખી, સાકર ઓગળે ત્યાં સુધી ઉકાળો.

  12. 12

    તિરામીસુ બનાવવા કોફી સિરપમાં બે બિસ્કીટ બંને બાજુ ડુબાડી ગ્લાસના બેઝમાં ગોઠવો (બે બિસ્કીટની જગ્યાએ એક ટોસ્ટ કે રસ્ક મુકી શકાય)

  13. 13

    ઉપર કસ્ટર્ડનું લેયર કરી ચમચીથી બરાબર ફેલાવો.

  14. 14

    ડેટ પેસ્ટની અમુક લાઈનો કરી, સુકામેવાથી સજાવો (મેં એક જ લેયર બનાવ્યું છે તમે ડેટ પેસ્ટ પર ફરી બિસ્કીટ, કસ્ટર્ડ અને ડેટ પેસ્ટનું લેયર કરી ડબલ લેયર પણ કરી શકો)

  15. 15

    30 મિનિટ કે 1 કલાક માટે ફ્રિજમાં ઠંડુ થવા દો એ પછી સર્વ માટે તૈયાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes