બીટ, ફુદીના પુલાવ (Beet Pudina Pulao Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#GA4
#Week19
#cookpadindia
#cookpadguj
#cookpad
#Pulao
બીટના એક નહીં અનેક ફાયદા છે. જો તમે વજન ઉતારવાનું વિચારી રહ્યા છો તો બીટ ફાયદાકારક સાબિત થશે. બીટમાં રહેલું મેગ્નિશયમ વેઇટ રિડયુસ કરવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપૂર બીટ ડાયજેસ્ટીવ સીસ્ટમ સ્મુધ બનાવે છે. પેટની બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે. બીટમાં નેચરલ ખાંડ ઉપરાંત કેલ્શિયમ, મીનરલ, મેગ્નિશયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ અને અન્ય મહત્વપૂર્ણ વિટામીન મળે છે.
ફુદીનો માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. પેટની સમસ્યા માટે ફાયદાકારક છે હાડકાં મજબૂત બનાવે છે. કોલેસ્ટ્રોલનું લેવલ યોગ્ય રાખે છે.
તો ચાલો બીટ, ફુદીના નો ઉપયોગ વિવિધ વાનગી બનાવી કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ નંગબીટ
  2. ૮થી ૧૦ ફુદીના પાન
  3. ૨ ટેબલસ્પૂનઝીણા કટ કરેલા ધાણા
  4. ૧/૪ કપલીલા વટાણા
  5. લીલા મરચાં
  6. ૧ કપબાસમતી ચોખા
  7. ૨ નંગતજ
  8. ૨ નંગલવિંગ
  9. તમાલપત્ર
  10. ૧ નંગમોટો ઈલાયચો
  11. ૧ નંગદગડફુલ
  12. ૨ નંગસુકા લાલ મરચાં
  13. ૪-૫ પત્તા મીઠી લીમડી
  14. ૧ ટીસ્પૂનજીરુ
  15. ચપટીહિંગ
  16. મીઠું આવશ્યકતા અનુસાર
  17. ૨ ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બીટને ધોઈ,છાલ ઉતારી છીણી લેવું.બાસમતી ચોખા ૨૦ મિનિટ સુધી પાણી માં પલાળી રાખો.

  2. 2

    આ છીણને એક મોટી ગરણી માં નાખી નીચે એક બાઉલ રાખી ચમચી ની મદદથી પ્રેસ કરી બીટનો રસ નીતારી લો.છીણ એક બાઉલમાં કાઢી લો.ચોખાને મોટી તપેલીમાં અધકચરા બાફીને ચાળણીમાં કાઢી લેવા.લીલા વટાણા પણ અલગથી બાફી લેવા.

  3. 3

    હવે એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરો.ગરમ થાય એટલે તેમાં જીરુ,તજ, લવિંગ,ઈલાયચો, તમાલપત્ર,સુકા લાલ મરચાં, મીઠી લીમડી, દગડફુલ નાખી બરાબર સોતે કરો.હવે હીંગ, હળદર, લાલ મરચાં પાઉડર નાખી મીક્સ કરો.ગેસ ધીમો રાખવો.તેમાં બીટનો અડધા ભાગનો રસ એડ કરો.ત્યારબાદ બાફેલા ચોખા એડ કરો.મીકસ કરો.જો તમને વધુ ડાર્ક કલર પસંદ છે તો બીટનો રસ વધુ એડ કરો.મને પીંક કલર પસંદ છે તો મેં બાકીનો બીટનો રસ એડ કર્યો નથી.

  4. 4

    હવે તેમાં મીઠું, બાફેલા વટાણા,૧ ટેબલ ચમચી બીટનું છીણ તથા ઝીણા કટ કરેલા ફુદીના પાન એડ કરો.મીકસ કરી લો.ધીમા ગેસ ઉપર ૫ મિનિટ માટે કુક થવા દો.એક સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર કોથમીર અને ફુદીના પાન થી ગાર્નિશ કરો.મસાલેદાર દહીં,સલાડ, ડ્રાય ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes