કેરેમેલાઈઝડ મખાના (Caramelized Makhana Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara

#GA4
#week13
#post1
#Makhana
#કેરેમેલાઈઝડ_મખાના ( Caramelized Makhana Recipe in Gujarati )
મખાણા ઘણાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે જો તમે પાતળા શરીરથી પરેશાન થઇ ગયા હોવ તો મખાણાના સેવનથી તમારું વજન વધશે અને સાથે જ મસલ્સ મજબૂત થવામાં મદદ મળશે. આ સિવાય મખાણા ખાવાથી ઘણી પ્રકારની બિમારીઓને દૂર થશે.

મખાણામાં પ્રોટિનનું સારું પ્રમાણ હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેડ્સ મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ આયર્ન અને ઝિંકથી ભરપૂર પ્રમાણ હોય છે. આ સિવાય મખાણામાં ઘણાં એન્ટિઓક્સિડેન્ટ્સ પણ હોય છે. પોતાના આ ગુણોના કારણે મખાણાને સુપર ફૂડ માનવામાં આવે છે.

મખાણામાં ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે જેથી કેલરીનું પ્રમાણ ઓછું આ કારણે તે ખાવાથી વજન વધારવામાં તે ઉપયોગી થાય છે. વજન ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. જો તમે વજન ઘટાડવા માગો છો તો રોસ્ટેડ મખાણાને બ્રેકફાસ્ટમાં ખાવ. આ તમારી ભૂખને શાંત કરશે અને ઘણાં હેલ્ધી છે. મખાણાને શેકવા માટે ગાયનું ઘી કે લો-ફેટ બટરનો ઉપયોગ કરી શકાય. મેં આ માખાના ને કેરેમલાઈઝડ એટલે કે આ માખના ને ઘી ને ગોળ માં કોટીં ગ કરી ને બનાવ્યા છે..જે એકદમ ટેસ્ટી ને ક્રિસ્પી બન્યા હતા ..😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ કપમખાના
  2. ૨ ટેબલ સ્પૂનસીંગદાણા
  3. ૧ટી ચમચી ઘી
  4. ૩ ટેબલ સ્પૂનગોળ
  5. નમક સ્વાદ મુજબ
  6. ૧ ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  7. ૧ ટી સ્પૂનસફેદ તલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મખાના અને સીંગદાણા ને એક પેન મા ગેસ ની મીડીયમ આંચ પર ૭ થી ૧૦ મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લો. ને એને એક બાઉલ માં કાઢી લો.

  2. 2

    હવે એજ પેન માં ઘી ગરમ કરી તેમાં જીનો સમારેલો ગોળ ઉમેરી ગેસ ની ધીમી આંચ પર ગોળ ને મેલ્ટ કરી લો.

  3. 3

    હવે ગોળ મેલ્ટ થઈ જાય એટલે આમાં નમક, સફેદ તલ અને કાશ્મીરી લાલ મરચું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે આમાં રોસ્ટેડ મખાના અને સીંગદાણા ઉમેરી ગેસ ની ધીમી આંચ પર 5 મિનિટ માટે મિક્સ કરતા રહેવું જેથી મખાના પર ગોળ નું મિશ્રણ બરાબર કોટ થઈ જાય. હવે આ કેરેમલાઈઝડ મખાના ગોળ ના લીધે એકબીજા ને ચોંટી ગયા હસે તેથી એને હલકા ગરમ માં જ મખાના છુટ્ટા કરી દો.

  5. 5

    હવે આપણા હેલ્થી અને પૌષ્ટીક ને એકદમ ક્રન્ચી કેરેમલાઇઝડ મખના તૈયાર છે સર્વ કરવા માટે.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes