ભરેલા કારેલા ડુંગળી બટાકા નુ શાક (Bharela Karela Dungli Bataka Shak Recipe In Gujarati)

ભરેલા કારેલા ડુંગળી બટાકા નુ શાક (Bharela Karela Dungli Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલા ની છાલ ઉતારી તેના એકસરખા મિડિયમ સાઈઝના ટુકડા કરી 1/2 ટી સ્પૂન જેટલું મીઠું નાખી 10 મિનિટ રહેવા દો. 10 મિનિટ પછી એક વાસણમાં પાણી ગરમ કરી તેમાં કારેલા ના ટુકડા નાખી ખુલ્લા ચડવા દો. હવે કૂક થયેલા કારેલા ને સહેજ દબાવી પાણી નિતારી લો અને કારેલા પર ચપ્પુ થી ઊભો કટ પાડી લેવા.
- 2
હવે મસાલો બનાવવા માટે પાપડી ગાઠિયા ને મિક્સરમાં પીસી લો. હવે એક વાસણમાં ગાઠિયા નો ભૂકો,લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું,હિંગ,હળદર,ખાંડ,લીંબુનો રસ નાખી બધુ સારી રીતે મિક્સ કરી લો.
- 3
હવે કટ પાડેલા કારેલા માં તૈયાર કરેલ મસાલો ભરી લો.હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરું નાખો તે ખીલે એટલે તેમાં લીમડાના પાન નાંખી ટામેટાં અને આખી ડુંગળી નાખી 5 મિનિટ સાંતળો.
- 4
હવે તેમાં ભરેલા કારેલા નાખી હળવે હાથે મિક્સ કરી 5 મિનિટ કૂક કરો. હવે તેમાં બાફેલા બટાકા ના ટુકડા નાખી તૈયાર કરેલો મસાલો થોડો નાખી મિક્સ કરી બધો મસાલો ઉપર છાંટીને ઢાંકીને 5-7 મિનિટ ધીમે તાપે કૂક થવા દો.(જો શાક કઢાઈ માં નીચે ચોંટે તો શાક લોઢી પર મૂકી કૂક થવા દો.)
- 5
હવે શાક ને સરખી રીતે કૂક થાય એટલે એકવાર હળવે હાથે મિક્સ કરી લો.
- 6
હવે તૈયાર છે ભરેલા કારેલા- ડુંગળી-બટાકા નુ શાક. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJબહુ જ સરસ task છે .આમ ઘર માં જલ્દી કોઈ કારેલા ખાય નઈ પણ આ રીતેભરીને બનાવીએ તો એકદમ યમ્મી લાગે છે અને કડવાશ જરાય ખબર નથી પડતી. Sangita Vyas -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBકારેલા બટાકા નું હવેજીયું શાક HEMA OZA -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EB#week6...ચોમાસા ની ઋતુ આવે અને કારેલા યાદ આવે, અને ગરમ ગરમ રોટલી સાથે ખૂબ જ મજા આવી જાય. પણ બાળકો તો કારેલા નું શાક આવે એટલે ના જ પાડે પણ મે આજે કારેલા બટાકા નું ટામેટાં ડુંગળી નું ગ્રેવી વાળુ શાક બનાવ્યું એટલે બધા ને ખૂબ જ મજા આવી ગઈ Payal Patel -
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
કાજુ ડુંગળી કારેલા નું શાક (Kaju Dungli Karela Shak Recipe In Gujarati)
મને કારેલા કોઈ પણ રીતે બહુજ ભાવેકાજુ,ડુંગળી,અને કારેલા નું શાક(મારી રીતે) Pankti Baxi Desai -
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#weekend recipe#EB#Week 6 ભરેલા કારેલા નુ શાક પ્રવાસ કે મુસાફરી મા લઈ જઈ શકાય છે . કારણ કે કારેલા તેલ મા જ બને છે અને કારેલા મા પાણી ના ભાગ બિલકુલ નથી હોતુ. પૂરી પરાઠા સાથે સારા લાગે છે Saroj Shah -
ભરેલા કારેલા નું શાક (bharela karela nu shak recipe in gujarati)
#સુપરશેફ1 ઘણા લોકો ને કારેલા નું નામ સાંભડી ને જ મોં બગડી જાય! પણ કારેલા ને આ રીતે ભરીને શાક બનાવવા મા આવે તો બધા ને ખૂબ ટેસ્ટી લાગસે અને કારેલા ખાઇ લીધા એ ખબર પણ નહી પડે. જરૂર થી ટ્રાઈ કરજો આ વાનગી. Avnee Sanchania -
કારેલા ડુંગળી નું શાક (Karela Dungli Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiકારેલા ડુંગળી શાક Rekha Vora -
કાજુ કારેલા નુ લોટવાલુ શાક (Kaju Karela Lotvalu Shak Recipe In Gujarati)
#LB કાજુ કરેલા નુ લોટવાલુ શાક એકદમ ટેસ્ટી લાગે છે નાના મોટા બધા ને ભાવે તેવુ બને છે. Harsha Gohil -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#KS7ડુંગળી-બટાકા ની કેમિસ્ટ્રી તો ખુબ જ લોકપ્રિય છે શાકભાજી નો રાજા બટાકા કહેવાય તો ડુંગળી ને રાણી કહી શકાય , આમ તો ઘણી અવનવી રીતે આ શાક બનીવી શકાય પણ મે અહીં ઔથેન્ટીક રીતે પિત્તળ ની કડાઈ માં જ બનાવવાનુ પસંદ કર્યું છે કેમ કે અમુક શાક તેના સાદગી થી જ પસંદ કરાય છે sonal hitesh panchal -
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ#super recipes of June આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ! આવું નાનપણમાં ગાતાં.. કારેલાનું શાક ત્યારે ન ભાવતું.. મમ્મી પરાણે ખવડાવે.. કહેતા કે થોડું થોડું બધું ખાવાની ટેવ પાડવી જોઈએ.પપ્પા આયુર્વેદ માં ડોક્ટર હોઈ કહેતા કે બધા રસમાં કડવો રસ પણ જીવનમાં જરૂરી છે.આમ કારેલા ખાતા શીખી અને હવે તો ઘરમાં કોઈ ન ખાય તો પણ હું મારી માટે અવારનવાર બનાવું.. Dr. Pushpa Dixit -
-
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6કારેલા કાજુ બટાકાનું શાક Dimpy Aacharya -
ભરેલા કારેલા(bhrela karela recipe in gujarati)
આપણા માં કહેવત હોય છે કડવા કારેલા ના કોઈ ગુણગાન ના ગાય પણ હું તો ગાઉ હો. હું આ શાક ગમે તે રીતે ખાઈ શકું ખાલી થોડું કડક શાક ગમે. મારા ઘેર માં મમ્મી એને બટાકા, ડુંગળી, એમનામ, ભરેલા, ગોળ વાળું, ગોળ વગર નું ગણું બધું વેરિએશન બને છે પણ અમારા સિવાય કોઈ ખાય નાઈ એટલે આ વખતે વિચાર્યું કે થોડું ઓછું કડવું બનાવીએ આ બહાને બધા ખાય તો મેં બનાવી દીધા ભરેલા કારેલા Vijyeta Gohil -
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
ભરેલા રીંગણ બટાકા ડુંગળી નું શાક (Bharela Ringan Bataka Dungli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે બધાને સાદુ જમવું હોય ત્યારે મોટા ભાગે આ શાક રોટલી રોટલી કે ભાખરી અથવા પરોઠા સાથે વારંવાર બને છે.Bhoomi Harshal Joshi
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJકેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે Kalpana Mavani -
-
કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)
ચોમાસામા વરસાદ ની સિઝનમા કારેલા સરસ મળતા હોય છે .આવ રે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલા નુ શાક . Sonal Modha -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
કારેલાનું શાક મારા ઘરમાં હું જ ખાવું. મારા પપ્પા જુદી-જુદી રીતે કારેલા બનાવડાવતાં. એમનાં મત મુજબ બધા જ રસ ખાવા જોઈએ. મમ્મી એ પ઼ણ નાનપણથી શીખવેલું કે બધું જ ખાતા શીખવાનું. Dr. Pushpa Dixit -
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#week6મે અહીંયા ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે આમ જોઈએ તો કારેલા કોઈને ભાવતા નથી પરંતુ જો આ રીતે ભરી ને કારેલાનું શાક બનાવવામાં આવે તો તેની કડવાશ બહુ ઓછી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જેથી બધા ખાઈ શકે છે Ankita Solanki -
કારેલા નું ગ્રેવી વાળું શાક (Karela Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#Week6આ શાક ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. કારેલા ને તળી ને લીધા છે અને ગ્રેવી પણ કરી છે તેથી શાક બિલકુલ કડવું લાગતું નથી.તમે બધા પણ આ રીતે ટ્રાય કરજો તો ચાલો...... Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ (3)