મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Shruti Hinsu Chaniyara
Shruti Hinsu Chaniyara @shruti_22
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો
  1. ૧ વાટકીમગ
  2. ૨ ચમચીતેલ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1 ચમચીલસણ પેસ્ટ
  5. 1 ચમચીધાણાજીરું પાઉડર
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ચપટીહિંગ
  8. ૧ ચમચીખાંડ
  9. ૧ વાટકીછાશ
  10. ૧ ચમચીરાઈ
  11. 1 ચમચીજીરૂ
  12. ૨-૪મીઠા લીમડાના પાન
  13. 1નાની ઝીણી સમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ મગને ધોઈ પછી તેને આખી રાત પાણીમાં પલાળી દેવા.

  2. 2

    હવે એક વાટકા છાસમાં ધાણાજીરુ પાઉડર અને લાલ મરચું પાઉડર મિક્સ કરી રાખો.

  3. 3

    હવે એક કુકરમાં બે ચમચી તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગ તથા મીઠા લીમડાના પાન નાખી પેલા લસણની પેસ્ટ નાખી એક મિનિટ સાંતળો પછી ડુંગળી નાખી ફરીથી બે મિનિટ સાતડો. ડુંગળી થોડી ચડી જાય પછી તેમાં પલાળેલા મગ પાણી નિતારીને ઉમેરો. ૨ થી ૪ મિનિટ મગને ચડવા દો હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરાબર મિક્સ કરો. હવે છેલ્લે તેમાં છાશ ઉમેરી ખાંડ ઉમેરો(જો તમારે છાશ ઓછી પડતી હોય કે પછી ના ઉમેરવી હોય તો તમે મગ ને પલાળેલા પાણી સાથે લઈ શકો છો)

  4. 4

    કુકર બંધ કરી બે સીટી થવા દો. તૈયાર છે ખાટા-મીઠા મસાલાવાળા મગ જેને તમે ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shruti Hinsu Chaniyara
પર
Ahmedabad

Similar Recipes