બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
શેર કરો

ઘટકો

15 થી 20 મીનીટ
3 થી 4 સર્વિંગ્
  1. 5-6બ્રેડ ની સ્લાઇસ
  2. 3-4બાફેલા બટાકા
  3. 2 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  4. 1 ચમચીલીલાધાણા
  5. 1 ચમચીકેપ્સીકમ જીરુ સમારેલું
  6. 1 નાની ચમચીહળદર
  7. 1 નાની ચમચીગરમ મસાલો
  8. મીંઠુ સ્વાદ મુજબ
  9. જરુર મુજબ તેલ
  10. 1 કપચણાનો લોટ
  11. 2 ચમચીચોખાનો લોટ
  12. 1 નાની ચમચીઅજમો
  13. 1 નાની ચમચીહીંગ
  14. ચપટીસોડા
  15. 2 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મીનીટ
  1. 1

    એક બાઉલમા બટાકા ને મેશ કરી લો તેમાં હળદર, મીઠું, હીંગ, આદુ, મરચાં, લસણ ની પેસ્ટ, કેપ્સિકમ, ગરમ મસાલો, લીંબુનો રસ અને લીલા ધાણા નાખીને હલાવી લો

  2. 2

    એક બાઉલમાં ચણાનો અને ચોખાનો લોટ લઈ તેમાં મીઠું, હળદર, હીંગ, અજમો અને સોડા નાખી હલાવી જરુર મુજબ પાણી નાખી હલાવિ ખીરુ તૈયાર કરો

  3. 3

    બ્રેડ ની એક સ્લાઈસ ઉપર બનાવેલ બટેટાનું પુરણ ભરી ઉપર બીજી બ્રેડ મુકી દો અને કટ કરી દો

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે ચણા ના લોટ ના ખીરા માં ભરેલી બ્રેડ ખીરામાં બોળી તળી લો

  5. 5

    તૈયાર છે ચટપટા બ્રેડ પકોડા મીઠી ચટણી, લીલી ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

Similar Recipes