રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#CB4
રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે.

રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)

#CB4
રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨-૩ વ્યકિત
  1. મસાલો બનાવવા માટે ➡️
  2. નાના ટુકડા તજ
  3. ૩ નંગલવિંગ
  4. ૧૨-૧૫ કાળા મરી
  5. ૧ ચમચીસૂકા લાલ મરચાંના બીજ
  6. ૧ નાની ચમચીહિંગ
  7. ૧ નાની ચમચીસંચળ પાઉડર
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧ ચમચીઅજમો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. સેવ બનાવવા માટે ➡️
  12. ૩૦૦ ગ્રામ બેસન
  13. ૧/૪ કપગરમ તેલ
  14. ૧/૪ કપપાણી
  15. તેલ - તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તજ, લવિંગ, મરી લઈને ૨ મિનિટ માટે શેકી લો. હવે ગેસ બંધ કરી તેમાં સૂકા લાલ મરચાંના બીજ ઉમેરી તેને મિક્સ કરી ઠંડુ કરી તેને મિક્સરમાં ક્રશ કરી પાઉડર કરી લો.

  2. 2

    હવે આ પાવડરમાં બાકીના મસાલા જેમકે હિંગ, લાલ મરચું પાઉડર, સંચળ પાઉડર, મીઠું, અજમો, હિંગ ઉમેરી હલાવી મસાલો તૈયાર કરી લો.

  3. 3

    હવે કડાઈમાં સેવ તળવા માટેનું તેલ ગરમ કરવા મૂકો. ત્યાં સુધી બેસનના ચારણીથી ચાળી લો અને સંચાને તેલ લગાવી તૈયાર કરી લો.

  4. 4

    હવે ગરમ કરેલા તેલમાંથી ૧/૪ કપ તેલ કાઢી બાઉલમાં કાઢો અને તે બાઉલમાં જ ૧/૪ કપ પાણી ઉમેરી whisker અથવા ઇલેક્ટ્રિક બીટરથી મિશ્રણ એકદમ સફેદ થાય ત્યાં સુધી બીટ કરો.

  5. 5

    હવે તેમાં બેસન ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ. હવે તેમાં તૈયાર કરેલ મસાલો ઉમેરી તેને બરાબર મિક્સ કરો.

  6. 6

    હવે આ મિશ્રણને સેવ પાડવાના સંચામાં ભરી તેમાંથી સેવ બનાવી લો.

  7. 7

    હવે આ રીતે બધી સેવ બનાવી, ઠંડી કરી ડબ્બામાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes