વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો.

વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)

સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ વાટકીસોજી
  2. ૩ વાટકીપાણી
  3. ૨ ચમચીદહીં
  4. ૨-૩ ચમચી તેલ
  5. ૧ ટી સ્પૂનચણા ની દાળ
  6. ૧ ટી સ્પૂનઅડદ ની દાળ
  7. ૪/૫ મીઠા લીમડાના પાન
  8. લીલું મરચું
  9. ચપટી હળદર
  10. 1 ચમચીમીઠું
  11. 1/2 ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  12. ૧ બાઉલ લીલાં વટાણા / બટાકા / ગાજર
  13. 1જીણું સમારેલું ટમેટું
  14. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ સોજી ને ડ્રાય ૩/૪ મીનીટ માટે રોસ્ટ કરી લેવી એક પ્લેટમાં કાઢી લેવી બીજી બાજુ ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દેવું

  2. 2

    વઘાર માટે ની સામગ્રી તૈયાર કરી લેવી પેનમાં તેલ ગરમ કરવા મૂકવું

  3. 3

    તેલ ગરમ થાય એટલે તેમાં અડદની દાળ અને ચણાની દાળ નાખી ને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં ધોઈ ને રાખેલ વેજીટેબલ નાખી દેવા (ડુંગળી અને શીંગ દાણા પણ નાખી શકાય પણ મેં નથી નાખ્યા)

  4. 4

    ત્યારબાદ તેમાં હળદર નાખી ને મિક્સ કરી લેવું મીઠું નાખી ને શાકભાજી ને બે મીનીટ સુધી ચડવા દેવા

  5. 5

    પછી તેમાં જીણું સમારેલું ટમેટું નાખી દેવું મરચું પાઉડર નાખી ને મિક્સ કરી લેવું ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવું ત્યારબાદ તેમાં સેકેલી સોજી નાખી દેવી

  6. 6

    અને મીક્સ કરી લેવું ત્યારબાદ તેમાં ગરમ પાણી નાખી ને હલાવવું

  7. 7

    પછી તેમાં બે ચમચી દહીં નાખવું. અને સરસ રીતે મિક્સ કરી લેવું. દહીં નાખવાથી ઉપમા નો ટેસ્ટ એકદમ સરસ આવે છે.

  8. 8

    તો તૈયાર છે ગરમા ગરમ ઉપમા
    સર્વ કરતી વખતે ઉપર થોડી કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
    એક બાઉલમાં ઉપમા દબાવી ને ભરી લેવો પછી બાઉલ ને એક પ્લેટમાં ઊંધો કરી ને ઉપમા કાઢી લેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes