ઘટકો

35 મિનિટ
4 વ્યક્તિ
  1. 1મોટો બાઉલ મેંદો
  2. 1/2કટોરી ઘી મ્હોણ માટે
  3. 1કટોરી પાર બોઇલ લીલી તુવેર
  4. 1કટોરી પાર બોઇલ લીલા વટાણા
  5. 4ચમચી આદુ મરચાની પેસ્ટ
  6. 1ચમચી આમચૂર પાઉડર
  7. 1ચમચી ગરમ મસાલો
  8. 2ચમચી ખાંડ
  9. 3ચમચી તેલ શેકવા માટે
  10. 1ચમચી જીરું
  11. 1ચમચી હિંગ
  12. 3ચમચી સમારેલી કોથમીર
  13. મીઠું જરૂર મુજબ
  14. તળવા માટે તેલ
  15. સર્વ કરવા:-
  16. ખજૂર આમલીની ચટણી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌથી પહેલા મેંદામાં મ્હોણ અને મીઠું નાખી પરોઠા જેવો લોટ બાંધી લો...ઢાંકીને રેસ્ટ આપો.....હવે પાર બોઈલ કરેલી લીલી તુવેર અને વટાણા ને ચીલી- કટર માં અધકચરા ક્રશ કરી લો.....એક પેન માં તેલ મૂકી જીરું નાખો...તતડે એટલે હિંગ ઉમેરો....ક્રશ કરેલી તુવેર અને વટાણા ઉમેરી સાંતળો....5 થી સાત મિનિટ સાંતળો પછી આદુમરચા ની પેસ્ટ...આમચૂર પાઉડર... ખાંડ...ગરમ મસાલો...કોથમીર ઉમેરી મિક્સ કરો...

  2. 2

    હવે સાઈડમાં રાખેલો મેંદા નો લોટ મસળી ને નાના લુવા પાડી પૂરી વણી લો......2 ચમચી જેવું સ્ટફિંગ ભરીને કચોરી વાળી લો બન્ને હાથની હથેળી વડે હળવા હાથે ગોળ ફેરવીને ખુલ્લી ના રહે તે રીતે ગોળ શેપ આપીને એક રૂમાલ ઢાંકીને રાખો....બધી કચોરી વળાઈને તૈયાર થાય એટલે તેલ ગરમ મુકો....ગરમ થાય એટલે એકદમ ધીમા તાપે તળી લો....

  3. 3

    બધી કચોરી તળાઈ જાય ત્યાર પછી બીજી વાર તળીને એકદમ લાલ ક્રિસ્પી કરી લો...એટલે બે વાર તળવાની છે....મિત્રો હવે આપણી #વિકમીલ3 ની#ફ્રાઈડ રેસિપી લીલવા વટાણા ની કચોરી તળાઈ ને તૈયાર છે...ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો...

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes