શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ મોરયો
  2. ૨૫૦ ગ્રામ સાબુદાણા
  3. ૧૦૦ ગ્રામ શિંગોડાનો લોટ
  4. ૧ વાડકીસીંગદાણા
  5. મોટી વાટકી છાસ
  6. ૨ નંગબાફીને છીણેલા બટાકા
  7. ૨ ચમચીઆદુ ના ટુકડા
  8. ૩ ચમચીમરચા ના ટુકડા
  9. ૧ નાની વાડકીકોથમીર
  10. ૨ ચમચીમરી પાઉડર
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1/2ચમચી ખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોરયો ને સાબુદાણા મિક્સ કરી તેને મિક્સર જારમાં પીસી પાઉડર કરી લેવો

  2. 2

    હવે મિક્સર જારમાં દહીં લઈ તેમા થોડું પાણી નાખી છાસ બનાવી લેવી પછી તૈયાર કરેલા પાઉડર માં શિંગોડા નો લોટ મિક્સ કરી તેમાં થોડી થોડી છાસ ઉમેરી ખીરું તૈયાર કરવું ને તેને બે કલાક માટે ઢાંકી ને રાખી મૂકવું.

  3. 3

    હવે મિક્સર જારમાં સીંગદાણા પીસી લેવા પછી આદું, મરચાં ને કોથમીર ને મિક્સર જારમાં પીસી લેવું, હવે આપણે રાખેલા ખીરા ને બે કલાક થઈ ગયા છે.

  4. 4

    ખીરા ને બીજી વાર મિક્સર જારમાં પીસવું હવે તેમાં છીણેલા બટાકા નાખી પીસી લેવું, પછી તેમાં આદું, મરચાં,કોથમીર પીસી ને પેસ્ટ બનાવેલી તે નાખી પીસી લેવું પછી તેમાં સિંગદાણા નો પાઉડર નાખી પીસી લેવું હવે તેમાં મસાલો નાખી છેલે ખાવાનો સોડા નાખી બરાબર હલાવી લેવું હવે ખીરું તૈયાર છે.

  5. 5

    હવે અપ્પમ બનાવવા ના વાસણમાં તેલ લગાડવું ને ખીરું રેડી ને ઢાંકણ ઢાંકી મિડયમ ગેસ પર બે મિનિટ થવા દેવું પછી તેને બીજી બાજુ ફેરવીને પાછું ઢાંકી ને બે મિનિટ થવા દેવું હવે અપ્પમ સર્વ કરવા માટે તૈયાર છે તેને લીલી ચટણી, સોસ કે દહીં સાથે ખાઈ શકાય ખુબ સ્વાદિષ્ટ લાગે છે, તમે પણ ધરે બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes