દહીંવડા (Dahiwada recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

દહીંવડા મારા બહુ જ ફેવરિટ છે. ઠંડા ઠંડા melt in mouth દહીંવડા મળી જાય તો વાત જ શું પૂછવી. સાતમ માં હું હમેશા દહીંવડા બનવું જ છું. અડદ ની દાળ એકલી ભારે પડે તેથી હું તેમાં થોડી મગ ની દાળ પણ ઉમેરું છું. તમે પણ આ રીતે બનાવજો.
#satam #સાતમ #saatam

દહીંવડા (Dahiwada recipe in gujarati)

દહીંવડા મારા બહુ જ ફેવરિટ છે. ઠંડા ઠંડા melt in mouth દહીંવડા મળી જાય તો વાત જ શું પૂછવી. સાતમ માં હું હમેશા દહીંવડા બનવું જ છું. અડદ ની દાળ એકલી ભારે પડે તેથી હું તેમાં થોડી મગ ની દાળ પણ ઉમેરું છું. તમે પણ આ રીતે બનાવજો.
#satam #સાતમ #saatam

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3/4 કપઅડદની દાળ
  2. 1/4 કપમગ ની દાળ
  3. 1લીલું મરચું
  4. નાનો ટુકડો આદુ
  5. 1/2 ટી સ્પૂનજીરું
  6. તળવા માટે તેલ
  7. પાણી વડા પલાડવા માટે
  8. સર્વ કરવા માટે
  9. ગળ્યું દહીં
  10. આંબલી ની ખાટી મીઠી ચટણી
  11. ચપટીમીઠું
  12. લાલ મરચું પાઉડર
  13. જીરું પાઉડર
  14. ચાટ મસાલો
  15. દાડમ ના દાણા
  16. કેપ્સિકમ ઝીણું સમારેલું
  17. કોથમીર ઝીણી સમારેલી
  18. કાજુ અને દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

1 કલાક 15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ અને મગ ની દાળ લો. બેઉ દાળ સરખી ધોઈ લો. દાળ દુબે એટલા પાણી મા 5 થી 6 કલાક પલાળી રાખો. 5 થી 6 કલાક બાદ પાણી નીતારી લો. આ પાણી સાઇડ માં મૂકી રાખો. ક્રશ કરતી વખતે જરૂર પ્રમાણે આ પાણી નો યુઝ કરવો. મિક્સર ના જાર માં બેઉ દાળ, જીરુ, આદુ અને લીલું મરચું નાખી ક્રશ કરી લો. જરૂર પ્રમાણે પાણી ઉમેરવું.

  2. 2

    હવે ખીરા ને હાથ થી અથવા ચમચી વડે સરખું એકદમ સરસ હલાવી લો અને ફીણી લો. ખીરું થોડું હલકું થઈ જશે. લગભગ 4 થી 5 મિનિટ ફીણવું. તેલ ગરમ મૂકો. ખીરા માં તળતા પહેલા મીઠું નાખવું અને તેલ ગરમ થઈ જાય એટલે 2 ટી ચમચી ગરમ તેલ નાખી ને સરખું હલાવી લો.

  3. 3

    હવે ખીરા માંથી વડા બનાવીને ગરમ તેલ માં તળી લો. તેલ એકદમ ગરમ હોવું જોઈએ પરંતુ વડા નાખતા પહેલા મધ્યમ આંચ કરી દેવી. વડા મધ્યમ આંચ પર તળવા. જેથી અંદર થી કાચા ના રહે. હવે વડા તળાઈ જાય એટલે 20 થી 30 મિનિટ માટે ગરમ પાણી માં પલાળી રાખો. 30 મિનિટ બાદ વડા ફુલાઈ ગયા હસે.

  4. 4

    હવે વડા ને હલકા હાથ થી દબાવીને પાણી નીતારી લો. આવી રીતે બધા વડા તૈયાર કરી લો. 2 કપ દહીં માં ચપટી મીઠું અને 4 થી 5 ચમચી બૂરું ખાંડ નાખી હલાવીને તૈયાર કરી લો. હવે 1 પ્લેટ માં નીચે વડા મૂકો. ઉપર દહીં અને ખજૂર આંબલી ની ચટણી નાખો.

  5. 5

    હવે ઉપર દાડમ, કેપ્સિકમ, કોથમીર, મીઠું, લાલ મરચું, જીરુ પાઉડર, chat મસાલો, કાજુ અને દ્રાક્ષ નાખી ઠંડા ઠંડા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes