મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

#સાઈડ
મસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો

મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)

#સાઈડ
મસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૩ લોકો
  1. ➡️ ગાર્લિક બટર બનાવવા માટે ના ઘટકો:
  2. 3 ટેબલસ્પૂનબટર
  3. 1 ટીસ્પૂનપાવ ભાજી મસાલા
  4. 3 ટેબલસ્પૂનસમારેલી કોથમીર
  5. ➡️ સ્ટફિંગ બનાવવા માટે ના ઘટકો:
  6. 1 ટેબલસ્પૂનતેલ
  7. 1 ટેબલસ્પૂનબટર
  8. 1 ટીસ્પૂનજીરું
  9. 1 1/2 ટેબલસ્પૂનચોપ કરેલું લસણ
  10. 1 ટેબલસ્પૂનચોપ કરેલું આદુ
  11. 1 1/2 ટેબલસ્પૂનઝીણા સમારેલા લીલા મરચાં
  12. 2 નંગઝીણા સમારેલા કાંદા
  13. 2 નંગઝીણા સમારેલા ટામેટા
  14. 1/4 કપઝીણું સમારેલું લીલું કેપ્સિકમ
  15. 1/4 ટીસ્પૂનહળદર
  16. 2 ટેબલસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  17. 1 ટેબલસ્પૂનચાટ મસાલા
  18. 1 ટેબલસ્પૂનપાવ ભાજી મસાલા
  19. 1/4 કપપાણી
  20. સ્વાદ પ્રમાણેમીઠું
  21. 3 ટેબલસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  22. 1 ચમચીલીંબુ નો રસ
  23. ➡️ 6 નંગ પાવ ની લાદી (ફોટા માં બતાવ્યા મુજબ)
  24. ➡️ 3-4 ક્યુબ પ્રોસેસ્ડ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ફોટા માં બતાવ્યા મુજબ બધી સામગ્રી તૈયાર કરો.

  2. 2

    ગાર્લિક બટર બનાવવા માટે 1 બોઉલ માં બટર ને પીઘાડો। હવે તેમાં પાવ ભાજી મસાલો ચોપ કરેલું લસણ, અને સમારેલી કોથમીર નાખી મિક્સ કરો. ગાર્લિક બટર.તૈયાર છે.

  3. 3

    સ્ટફિંગ બનાવવા માટે એક પેન માં તેલ અને બટર ગરમ કરી એમાં જીરું ફોડો। હવે તેમાં ચોપ કરેલું લસણ, ચોપ કરેલું, આદુ, અને સમારેલા મરચાં ઉમેરી એક મિનિટ સાંતળો। હવે તેમાં સમારેલા કાંદા નાખી 2-3 મિનિટ સાંતળો। હવે તેમાં સમારેલા ટામેટા ઉમેરો અને 2-3 મિનિટ સાંતળો। પછી તેમાં કેપ્સિકમ અને મકાઈ ઉમેરો અને 2 મિનિટ સાંતળો। પછી ઢાંકણ ઢાંકી ને 2-3 મિનિટ કૂક થવા દો.

  4. 4

    ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદર, પાવભાજી મસાલો, ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને 2-3 મિનિટ સાંતળો। હવે તેમાં થોડું પાણી ઉમેરો અને બધું એક રસ થઇ ત્યાં સુધી સાંતળો। ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ અને સમારેલી કોથમીર નાખી મિક્સ કરો. તૈયાર છે મસાલા પાવ નું સ્ટફિંગ। હવે તેને એક બોઉલ માં કાઢી લો. આ પેન નો ઉપયોગ આગળ કરવાનો છે એટલે ધોવા નાખશો નહિ.

  5. 5

    એક મોટા પેન માં મીઠું નાખી કાટલો મૂકી ઢાંકણ ઢાંકી ને 5-7 મિનિટ માટે પ્રી હીટ કરવા મૂકી દો. હવે પાવ ની લાદીને આડો કાપ મૂકી ને 2 ભાગ કરો. ત્યારબાદ સ્ટફિંગ બનાવેલી પેન ને જ ગેસ પર ગરમ કરી ઉપર બનાવેલું 3 ટેબલસ્પૂન જેટલું ગાર્લિક બટર ફરતું પાથરી દો. તેની ઉપર હવે પાવ ની લાદી નો એક ભાગ લઇ અંદર ની બાજુ ને રગદોળી ને શેકી લો. એજ રીતે પાવ ની લાદી ના બીજા ભાગ ને પણ શેકી લો.

  6. 6

    હવે બંને પાવ ને શેકેલો ભાગ ઉપર રહે એ રીતે પ્લેટ માં ગોઠવી દો. હવે બંને પાવ ઉપર સ્ટફિંગ પાથરો અને પ્રોસેસ્ડ ચીઝ છીણી લો. હવે નીચે ની લાદી ના સ્ટફિંગ ઉપર સમારેલો કાંદો, સમારેલી કોથમીર અને ચાટ મસાલો ભભરાવો। હવે એની ઉપર પાવ ની બીજી લાદી ગોઠવી દો અને હાથ થી હલકું દબાવી દો. હવે ઉપર ના ભાગ પાર ચપ્પુ ની મદદ થી ઉભા અને આડા છીછરા કાપ મુકો। કાપ ની અંદર અને બહાર પાવ પાર ગાર્લિક બટર લગાવો।

  7. 7

    હવે બેકિંગ ડીશ ને 1 ટેબલસ્પૂન જેટલું ગાર્લિક બટર થી ગ્રીઝ કરો. એની ઉપર સ્ટફ કરેલો લાદી પાવ મૂકી ને પ્રી હીટ કરેલી પેન માં મૂકી દો. ઢાંકણ ઢાંકી ને 7-8 મિનિટ માટે બેક કરો. તૈયાર છે આમચી મુંબઈ સ્ટાઇલ ગરમા ગરમ ચીઝી ગાર્લિક મસાલા પાવ !!!

  8. 8

    ઈચ્છા મુજબ પ્લેટિંગ અને ગાર્નિશિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

Similar Recipes