પેસ્તો સોસ (Pesto sauce Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#GA4
#Week10
#Cheese

પેસ્તો સોસ બનાવવા માટે બેસીલના પાન, પાઈન નટસ અને ઓલિવ ઓઈલ આ વસ્તુઓ મુખ્ય છે. મે અહીં પાઈન નટસના વિકલ્પમાં અખરોટ અને બદામનો ઉપયોગ કર્યો છે. અને આ સોસ બનાવવા માટે મુખ્ય સામગ્રી તરીકે પાર્મેસન ચીઝ ઉમેરવામાં આવે છે. જે મારી પાસે ઉપલબ્ધ ન હતી એટલે મેં અહીં ચીઝ સ્પ્રેડનો વિકલ્પ પસંદ કર્યો છે. આ સોસ વડે સેન્ડવીચ અને પાસ્તા તો બનાવી શકાય છે તેમજ બ્રેડ ઉપર લગાવીને પણ ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 2 કપબેસીલના પાન
  2. 1-1+1/4 કપ ઓલિવ ઓઈલ
  3. 2-3અખરોટ મીંજ
  4. 10-12શેકેલી બદામ
  5. 10-12કળી લસણ
  6. 1/3 ચમચીક્રશડ મરી
  7. 2 ચમચીચીઝ સ્પ્રેડ
  8. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બેસીલના પાન ધોઈ લો અને બાકીની બધી સામગ્રી ભેગી કરી લો. મિક્સર જારમાં સૌપ્રથમ અખરોટ મીંજ અને બદામ ક્રશ કરી લો.

  2. 2

    હવે બેસીલના પાન, લસણ અને 1/2 કપ ઓલિવ ઓઈલ ઉમેરો અને લો પાવર પર ચલાવી લો. હવે મરી, મીઠું અને 1/2 કપ ઓલિવ ઓઈલ ઉમેરો અને ફરી એકવાર લો પાવર પર ચલાવી લો. એકદમ ફાઈન પેસ્ટ નથી કરવાની.હવે 2 ચમચી ચીઝ સ્પ્રેડ ઉમેરી બરાબર મિકસ કરી લો.

  3. 3

    હવે કાચની બોટલમાં ભરી લો. ફ્રીઝમા 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes