મઠરી (Mathri Recipe inGujarati)

#કુકબુક
#પોસ્ટ1
#દિવાળીસ્પેશિયલ
#નમકીનમઠરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં રવો અને ચણાનો લોટ નાંખવો.
- 2
પછી તેમાં અજમો, અધકચરા મરી,અને કસૂરી મેથી ને હાથેથી મસળીને નાખવી ૪ થી ૫ મોટી ચમચી ઘી મુઠ્ઠી પડતું નાંખવું ઘી નું મોણ નાખવાથી મઠરી એકદમ ક્રિસ્પી થશે.
- 3
પછી સ્વાદ અનુસાર મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરી ને તેમાં હલકું ગરમ પાણી લઈ અને કણક બાંધો કણક વધારે પડતો કઠણ ન થાય તેનું ધ્યાન રાખવું અને ઢીલો પણ ન થવો જોઈએ
- 4
હવે બાંધેલા કણક ઉપર ફરતા તેલ લગાવી ને ૧૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો
- 5
હવે કણકને ફરીથી મસળીને તેના નાના નાના લુઆ બનાવી લો અને હળવા હાથે ગોળી જેવું બનાવી ને અંગુઠા વડે દબાવી દો અને નાની પૂરી જેવો દેખાશે બધા જ લોટના કણક ની નાની નાની મઠરી બનાવી લેવી
- 6
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેલ ને આકરું થવા દેવું નહીં એ વાત નું ધ્યાન રાખવું ધીમા તાપે તળવા ની છે જેથી મઠરી એકદમ ક્રિસ્પી બને અને અંદરથી પણ બરાબર પાકી જાય
- 7
એક પછી એક બધી સરસ રીતે તળી લેવી મઠરી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લેવી તો તૈયાર છે ક્રિસ્પી અને ટેસ્ટી મઠરી..........
Similar Recipes
-
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ટેસ્ટી ક્રિસ્પી લચ્છા મઠરી (Tasty Crispy Laccha Mathri Recipe In Gujarati)
#કુકબુક વાનગી નંબર 3 Ramaben Joshi -
ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો નો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે#cookpadindia#cookpad_gu#MA spicequeen -
બેકડ મઠરી (Backed Mathri Recipe In Gujarati)
#AsahikaseiIndiaબેકડ મઠરી સ્વાદિષ્ટ તો છેજ સાથે તેલ વિના બનેલ છે ચા સાથે સ્નેક તરીકે કે પાપડી ચાટ માં કે કોઈ ડિપ સાથે સર્વ કરશો તો ખૂબ સરસ લાગશે Dipal Parmar -
બેસન મઠરી (Besan Mathri Recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩મઠરી, પૂરી એ ભારત પ્રખ્યાત તળેલા નાસ્તા માં નો એક છે. મઠરી જુદા જુદા પ્રકાર ના લોટ માંથી તથા નમકીન તથા મીઠી બન્ને બને છે. જો કે મેંદા અને ઘઉં ના લોટ ની મઠરી લોકો માં વધારે પસંદગી પામે છે. હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા છે એટલે તળેલા ની બદલે બેક અને શેકેલા નાસ્તા પણ પસંદ કરવા લાગ્યા છે અને મેંદા નું પ્રમાણ પણ ઘટાડયું છે અને મલ્ટી ગ્રેન લોટ, ગ્લુટેન ફ્રી લોટ વગેરે નું પ્રમાણ વધાર્યું છે. આજે મેં પણ બેસન અને ઘઉં ના લોટ થી મઠરી બનાવી છે. Deepa Rupani -
-
ક્રીસ્પી આટા બેસન મઠરી (Crispy Aata Besan Mathri)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૨આ મઠરી ચા સાથે ખાવા માટે એકદમ બેસ્ટ સ્નેક્સ છે. નાના મોટા સૌને ભાવે એવી મઠરી..ખૂબ જ સરળ રેસિપી છે. દેખાવ માં જેટલી લાજવાબ છે ટેસ્ટ માં પણ એટલી જ સ્વાદિષ્ટ છે.આ મઠરી તમે ડબ્બા માં ૧૫-૨૦ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. Sachi Sanket Naik -
-
-
-
મસાલા મઠરી
#નોર્થઆ પંજાબ માં સૌથી વધુ ખાવા માં આવે છે,આ હળવો નાસ્તો છે તેને તમે બે મહિના સુધી રાખી શકો છો અને આ ખાવા માં ટેસ્ટી ને સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ત્રિરંગી ગૂંથેલી મઠરી (tricolor braided mathri)
મઠરી પૂરા ભારતમાં ખવાતી નમકીન,સૂકા નાસ્તાની વાનગી છે. એ ઘણીબધી અલગ અલગ રીતે ને આકારમાં બનતી હોય છે. તો મને એમ જ એને ગૂંથીને પણ બનાવી શકાય એવો વિચાર આવ્યો, ને મેં ટ્રાય કર્યો અને સાથે ત્રણ અલગ રંગ માટે બીટ અને પાલક ભાજીની પેસ્ટ વાપરી. રિઝલ્ટ બહુ જ સરસ મળ્યું. દેખાવ માં બહુ જ આકર્ષક અને ચા સાથે એકદમ સરસ લાગે છે. નાના બાળકોને ભાવે એવી ને જોતા જ ખાવાનું મન થાય એવી છે. થોડા તીખા ને ચટપટા સ્વાદ માટે મેં ઉપરથી લાલ મરચું અને સંચળ પાઉડર ભભરાવ્યો છે.#સુપરશેફ2#પોસ્ટ7#ફ્લોર્સકેલોટ#માઇઇબુક#પોસ્ટ_27 Palak Sheth -
કારેલા મઠરી(Karela Mathri Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના ત્યોહાર માં અવનવા નાસ્તા બધા ના ઘરે બનતા હોય છે આજે કારેલા મઠરી જેને નિમકી પૂરી પણ કહી શકાય. Namrata sumit -
-
-
-
સ્વીટ ફિંગર્સ મઠરી (Sweet Fingers Mathri Recipe In Gujarati)
#MAઆ મઠરી મારી મમ્મી વારેઘડીએ બનાવતી, અને અમને જોડે બેસાડી શીખવાડતી મારી મમ્મી દિવાળી માં મઠરી થી શરૂઆત કરતી ,મમ્મી એ શીખવેલી મઠરી મેં અહીં તમને બતાવી છે આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
-
-
"મસાલા મઠરી"
#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#પોસ્ટ1#માઈઈબુક૧પોસ્ટ 30મઠરી બધા જ અલગ અલગ પ્રકારની અલગ અલગ લોટમાંથી અને અલગ અલગ શેઈપમાં અને સ્વાદમાં સ્વીટ અનેસ્પાઈશી બંને બનાવે છે મેં અહીં બેશન(ચણાના લોટમાથી બનાવેલ છે.જે સ્વાદમાં પણ ખૂબ જ ચઢીયાતી બની છે.જે સૌને પસંદ પડશે. Smitaben R dave -
મઠરી ફરસી પૂરી (Mathri Gujarati Farsi Puri Recipe In Gujarati)
#FDSમારી કોલેજમાં સાથે કામ કરતા બનેલી friends ને Friendship Day પર dedicata કરું છું. સવારનાં ૧૦ વાગે રીસેસ માં નાસ્તા ની જમાવટ અને ચા ની ચુસ્કીઓ આજે પણ miss કરું છું. Dr. Pushpa Dixit -
રોઝ મઠરી (Rose Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો માં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ચા સાથે સર્વ કરવામાં આવે છે.#rosemathri#mathari#teasnack#roseshape#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
બગરુ મઠરી (Bagru/kitu Mathri Recipe In Gujarati)
#choosetocook#cookpad_gujarati#cookpadindiaમને રસોઈ કરવી ખૂબ ગમે છે. મારા મનગમતા ગીત વાગતા હોઈ અને હું રસોઈ કરતી હોઉં ત્યારે બધો થાક ભુલાઈ જાય છે. એમ કહેવાય છે તમે જે રસોઈ કરો તે પ્રેમ અને ભાવ થી કરો તો રસોઈ નો સ્વાદ વધી જાય છે. બીજી એક ખાસ વાત,મને અન્ન નો બગાડ બિલકુલ પસંદ નથી. આ વાત હું નાની હતી ત્યારથી મારી મમ્મી પાસે થી શીખી છું. એટલે મારા વાનગી ના સંગ્રહ માં ઘણી લેફ્ટઓવર વાનગીઓ છે.આજે આપણે ઘી ઘરે બનાવતા જે કીટુ/બગરુ વધે તેની વાત કરીશું. ઘર ની મલાઈ ભેગી કરી ને ઘી બનાવતા સુધી હું બધા ઘટકો નો ઉપયોગ કરું છું. મલાઈ નું માખણ બને પછી વધેલી છાસ થી પનીર, માખણ નું ઘી બનાવ્યા પછી વધતા કીટા નો ઉપયોગ હું ઘણી વાનગી બનાવવા માં કરું છું.કડક પૂરી એ મારા ઘર માં બધા ની પ્રિય છે. આજે મેં મોણ ની જગ્યા પર કીટા નો ઉપયોગ કર્યો છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને નરમ પૂરી બનાવી છે જે હું મારા મમ્મી ને સમર્પિત કરું છું કારણ કે તેને પણ બહુ પ્રિય છે. Deepa Rupani -
-
મઠરી -(mathri recipe in gujarati)
#સાતમરેગુલર નાસ્તા મા બનતી રેસીપી છે જે એક જ લોટ મા થી બની જાય છે. જીદા આકાર આપી ને બે રેસીપી બની જાય છે . 8,10દિવસ સ્ટોર કરી શકાય છે , ટી ટાઈમ સ્નેકસ અને કોરા નાસ્તા ની શ્રેષ્ઠ આઈટમ છે. આ સ્નેકસ રેસીપી બનાવી ને છટ્ટ,સાતમ એન્જાય કરો.્ Saroj Shah -
-
મઠરી(Mathri Recipe in Gujarati)
આ મઠરી મેંદા માંથી બનાવા માં આવે છે પણ મેં આજે ઘઉં ના લોટ થી બનાવી છે. ખુબ સરસ બની છે એને 10 થી 15 દિવસ સ્ટોર કરી શકાય છે દિવાળી માં એકદમ ડિફરન્ટ નાસ્તો લાગશે. Minaxi Rohit -
More Recipes
ટિપ્પણીઓ (6)