ચીલી ગાર્લિક લછ્છા પરાઠા (Chilli Garlic Lachcha Paratha recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#GA4
#Week13
#Chilli

આ પરાઠા ઘઉંનો લોટ અને 2 ચમચી મેંદો ઉમેરીને બનાવ્યા છે અને સોડા કે દહીંનો ઉપયોગ બિલકુલ કર્યો નથી.
લછ્છા પરાઠા બનાવવા માટે થોડી મહેનત કરવી પડે છે પણ બન્યા પછી ખાવામાં પણ સરસ લાગે છે. આ પરાઠા સબ્જી સાથે સર્વ તો કરી શકો છો પણ નાસ્તા માટે પણ બનાવી શકાય છે.

ચીલી ગાર્લિક લછ્છા પરાઠા (Chilli Garlic Lachcha Paratha recipe in Gujarati)

#GA4
#Week13
#Chilli

આ પરાઠા ઘઉંનો લોટ અને 2 ચમચી મેંદો ઉમેરીને બનાવ્યા છે અને સોડા કે દહીંનો ઉપયોગ બિલકુલ કર્યો નથી.
લછ્છા પરાઠા બનાવવા માટે થોડી મહેનત કરવી પડે છે પણ બન્યા પછી ખાવામાં પણ સરસ લાગે છે. આ પરાઠા સબ્જી સાથે સર્વ તો કરી શકો છો પણ નાસ્તા માટે પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 30 મિનિટ
  1. ➡️ લોટ માટેની સામગ્રી
  2. 200 ગ્રામઘઉંનો લોટ
  3. 25 ગ્રામમેંદો
  4. 1/2 ચમચીમીઠું
  5. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  6. 3-4 ચમચીતેલ
  7. 1/2 ચમચીબટર
  8. ➡️ સ્ટફિંગ માટે
  9. 100 ગ્રામબટર
  10. 2 ચમચીચીલી ફ્લેક્સ
  11. 2 ચમચીલસણની પેસ્ટ
  12. 1 ચમચીસમારેલુ લીલું લસણ
  13. 1 ચમચીસમારેલી કોથમીર
  14. સ્વાદાનુસાર મીઠું
  15. તેલ

રાંધવાની સૂચનાઓ

20 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો. થોડું થોડું પાણી ઉમેરી પરાઠા માટે લોટ બાંધી લો. 1/2 ચમચી બટર ઉમેરી લોટ બરાબર મસળીને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. એક બાઉલમાં સ્ટફિંગ માટેની સામગ્રી ઉમેરી બરાબર મિકસ કરી લો.

  2. 2

    હવે લોટમાંથી એકસરખા માપના લુઆ કરી રોટલી વણી લો. ઉપર 1 ચમચી સ્ટફિંગ પાથરી લેવું અને ચપ્પુ વડે કાપા પાડી લો. હવે રોટલીને એક બાજુથી વાળી રોલ કરી થોડું ખેંચી ફરી રોલ કરી દબાવી વણી લો.

  3. 3

    હવે વણેલા પરાઠાને તેલમાં બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બંને બાજુ શેકી લો.

  4. 4

    તૈયાર થયેલા પરાઠા ઉપર બટર લગાવી સબ્જી સાથે અથવા તો નાસ્તા તરીકે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes