વટાણિયું (Fresh Mutter Curry Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#BW
વટાણીયું
ધરમપુર નાં અંતરિયાળ ગામડાં માં one pot meal જેવી વાનગી ખૂબ બનતી હોય..લીલા વટાણાં ની સીઝન પૂરી થવા આવી છે....ખેત મજૂરી કરતાં વનબંધુ ઓ આવી એકજ વાનગી બનાવીને જમે અને દિવસ પસાર થઈ જાય..હા સાથે રેડેલો (પાથરીને બનાવેલ) ચોખા કે નાગલી નો રોટલો હોય..પણ આપણે ના ચાલે એટલે અલગ થી શાક તો જોઈએ જ 😃 ને છાશ પણ હોય...ચાલો બનાવીએ દેશી વાનગી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપતાજા વટાણાં
  2. 2 ચમચીસમારેલી કોબીજ
  3. 2 ચમચીકોથમીર
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. જરૂર મુજબ મીઠું
  6. 1 ચમચીતેલ
  7. 1 કપપાણી
  8. સર્વ કરવા:-
  9. શાક
  10. ચોખાના પાથરેલા રોટલા
  11. છાશ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તાજા લીલા વટાણા છોલી દાણા ધોઈને તેને જરૂર મુજબ પાણી લઈને ગરમ કરી બાફવા મૂકો સાથે સમારેલ કોબીજ ને પણ ઉમેરી દો..1 ચમચી મીઠું ઉમેરીને ખુલ્લું જ બફાવા દો જેથી લીલો કલર જળવાઈ રહેશે.

  2. 2

    હવે વટાણા ચડી જાય એટલે આદુ મરચાંની પેસ્ટ,કોથમીર અને 1 ચમચી તેલ ઉમેરી ઉકાળીને ગેસ બંધ કરી દો...તો તૈયાર છે વટાણીયું....

  3. 3

    મે વટાણીયું ગરમ ગરમ પીરસ્યું છે તમે પણ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes