ગૂગની/ઘૂઘણી

Alpa Desai
Alpa Desai @cook_14045524

#તીખી
આ કલકત્તા, ઓરિસા, ની પ્રખ્યાત વાનગી છે. સાંજ પડે ત્યારે લોકો પુચકા, ગુગ્ની, ઝાલ મૂડી ખાવા ઉમટી પડે.
આમાં વટાણા નો રગડો હોય પણ રસ્સો ઓછો હોય.

ગૂગની/ઘૂઘણી

#તીખી
આ કલકત્તા, ઓરિસા, ની પ્રખ્યાત વાનગી છે. સાંજ પડે ત્યારે લોકો પુચકા, ગુગ્ની, ઝાલ મૂડી ખાવા ઉમટી પડે.
આમાં વટાણા નો રગડો હોય પણ રસ્સો ઓછો હોય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ સૂકા સફેદ વટાણા
  2. ૧ નંગ મધ્યમ ડુંગળી ઝીણી સમારેલી
  3. ૧ નંગ મધ્યમ ટામેટું જીણું સમારેલું
  4. ૧/૪ કપ બારીક કાપેલું બાફેલું બટાકુ
  5. મીઠું જરૂર મુજબ
  6. 1 નાની ચમચી- હળદર, લાલ મરચું પાવડર, ધાનાજીર પાઉડર,
  7. ૧ નાની ચમચી લીંબુ નો રસ
  8. ૧ નાની ચમચી લીલા મરચા ની પેસ્ટ
  9. ૧ નાની ચમચી ગરમ મસાલો
  10. ૧ નાની ચમચી આદુ લસણ ની પેસ્ટ
  11. કોથમીર ઉપર ભભરાવવા
  12. સંચળ પાવડર ઉપર છાંટવા
  13. તાજા નારિયેળ ની કતરણ સજાવવા
  14. 1 મોટી ચમચીતેલ
  15. પાણી જરૂર મુજબ
  16. બ્રેડ પાવ જોડે સર્વ કરવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વટાણા ને આઠ કલાક પાણી માં પલાળી રાખવા.

  2. 2

    કૂકર માં થોડું મીઠું ને પાણી નાખી ને ચાર સીટી થી પકવી દેવા. વટાણા આખા રેહવા જોઈયે..

  3. 3

    એક પાન માં તેલ ગરમ કરી, લીલું મરચું, આદુ લસણ ની પેસ્ટ સાંતળો. ડુંગળી ઉમેરી પકવો.પછી ટામેટું ઉમેરો. તેલ છૂટું પડે ત્યારે બધા મસાલા ઉમેરી દો. બાફેલા વટાણા ને એનું એક કપ જેટલું પાણી ઉમેરી, ઢાંકી ને ચડવા દો. તેલ ની તરી ઉપર દેખાય ત્યારે ગેસ બંધ કરી ને લીંબુ રસ ઉમેરો.

  4. 4

    એક બાઉલ માં રગડો ઉમેરો. સંચળ પાવડર છાંટો, કોથમીર ને ડુંગળી ને તાજુ નારિયળ ની કત્રી, લીલું મરચું મૂકી બ્રેડ પાવ જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Desai
Alpa Desai @cook_14045524
પર

ટિપ્પણીઓ

Similar Recipes